જૂનાગઢના કેતનભાઇ પોપટ નું રોકડ રૂપિયા 14,000 નું પાકીટ ખોવાઈ જતા જુનાગઢ પોલીસે શોધીને અરજદારને પરત કર્યું

Share to



રૂ. ૧૪,૦૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પાકીટ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાક્માં શોધી આપેલ.

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર કેતનભાઇ જેન્તિભાઇ પોપટ જૂનાગઢના વતની હોય, કેતનભાઇ જલારામ સોસાયટીથી કાળવા ચોક પોતાનું બાઇક રિપેર કરાવવા જતા હોય તે દરમ્યાન કેતનભાઇનું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય જે પાકીટમાં રૂ. ૧૪,૦૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ જેવા કે ડ્રાઇવીંગ લાઇસન્સ, ATM કાર્ડ વિગેરે હોય કેતનભાઇ બાઇક રિપેરીંગના પૈસા આપવા માટે જ્યારે પાકીટ શોધે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમનું પાકીટ ક્યાંક પડી ગયેલ છે.* કેતનભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તે જે રૂટ પરથી પોતાની બાઇક લઇને આવેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ પાકીટ ક્યાંય મળી આવેલ નહિ. પાકીટમાં કેતનભાઇના અગત્યના ડોક્યુમેન્ટસ હોય જે બાબતથી કેતનભાઇ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

_જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. પ્રતિકભાઇ કરંગીયા, પો.કોન્સ. હરસુખભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, એન્જીનીયર મસઉઅદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી કેતનભાઇ પોતાનું બાઇક લઇ જે રૂટ પરથી કાળવા ચોક આવેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા કેતનભાઇનું  રૂ. ૧૪,૦૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પાકીટ કાળવા ચોકમાં પડતું જણાય આવેલ છે. જે તુરંત જ એક મહિલા દ્વારા ઉઠાવી લેવાનું ધ્યાને આવેલ. ત્યારબાદ CCTV ફૂટેજ દ્વારા તે મહિલાનો આગળનો રૂટ ચેક કરતા તે મહિલા પોલીસ હેડક્વાટર તરફ ચાલીને જતી જોવા મળેલ છે.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂબરૂ જઇ પૂછપરછ કરતા તે પાકીટ તેમની પાસે હોવાનું જણાવેલ. તથા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તેમને ઠપકો પણ આપવામાં આવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કેતનભાઇ પોપટનું રૂ. ૧૪,૦૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પાકીટ  શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને કેતનભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા કેતનભાઇ જેન્તિભાઇ પોપટનું રૂ. ૧૪,૦૦૦ રોકડ તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહિતનું પાકીટ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to