ગુજરાત વિજ ઈજનેર એશોસિયેશનનાં જનરલ સેક્રેટરી પદે ચાર્જ સંભાળતા એચ.જી. વઘાસિયાને બીરદાવ્યા
જૂનાગઢ ગુજરાત સરકારનાં માહિતી ખાતામાં પ્રચાલકનાં પદ પર રહી અવિરત ૩૭ વર્ષની દિર્ધકાલીન ફરજ પુર્ણ કરી વયોનિવૃત થયેલા અશ્વિન પટેલને સન્માનિત કરવા સાથે અભિવાદન પાઠવવા જૂનાગઢ શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખશ્રી હરેશભાઇ વઘાસિયાનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળનાં પ્રમુખ હરેશ વઘાસિયાએ સેવાનિવૃત અશ્વિન પટેલને નિરામયી જિવનની શુભકામના પાઠવી હતી. સરદાર ધામનાં જૂનાગઢ જિલ્લા તેજસ્વી યુવા કાર્યકર શ્રી પ્રકાશ ભંગડીયા અને કપિલ સુદાણીએ શ્રી અશ્વિન પટેલની સેવાક્ષેત્રે કામગિરીને બીરદાવી હતી. આ તકે પ્રવિણ ગજેરા, બાઘુ ડોબરીયા, જેન્તી વસોયા, ગોપાલ વાગડીયા, જેન્તી કાછડીયા, શૈલેષ ભુવા, મનસુખ કુંભાણી, સહિત કારોબારી સભ્યોએ પોતાનાં સંસ્મરણો સાથે અશ્વિનભાઇ પટેલને બિરદાવી કર્મચારી મંડળની સેવાકીય પ્રવૃતિ તરફ આવકાર્યા હતા. આ પ્રસંગે અશ્વીન પટેલે સન્માન પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે સેવા નિવૃત થવુ એ સેવાકાળનો એક ભાગ છે. આજે શ્રીસરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા લોક સેવાનાં કાર્યમાં સહયોગી બનવા અભીવાદીત કર્યા એ બદલ ઋણાનુભાવવ્યક્ત કર્યો હતો. અને ગુજરાત વિજ ઈજનેર એશોસીયેશન એટલે કે જીબીયાનાં રાજ્ય કક્ષાનાં ૬૦૦૦ ઈજનેરોનાં સંગઠન જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત એચ.જી વધાસિયાને સૈા કર્મચારી મંડળનાં સભ્યો વતી શુભકામનાં પાઠવી હતી.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જુનાગઢના ભેસાણ તાલુકા ની સૌરાષ્ટ્ર જ્ઞાનપીઠ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-બરવાળામાં “Tally Accounting, GST income Tax અને Tax Planning” વિષય પર ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો
નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર. ચંદ્રવાણ ગામના પાટીયા પાસેથી ઇકો ગાડી માંથી રૂપિયા ૪૩,૯૦૦/= નો વિદેશી દારૂ સાથે ચાલક ઝડપાયો.નેત્રંગનો બુટલેગર વોન્ટેડ.
*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*