December 22, 2024

પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ ઉજવાયો

Share to



૨૭મી રમઝાનને લઇ ઇફતારીનુ ખુબ સુંદર આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
પાલેજ  ૭ : મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957 થી 2001 સુધીના દીર્ઘકાલ દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદાનશીન- ગાદીપતિ તરીકે  સેવા આપનાર મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) નો વાર્ષિક ઉર્સ  દર વર્ષે પાલેજ મુકામે 27 મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે, અને ઇફતારીનું  આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે, હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) પછી, હિઝ હોલીનેસ ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયાં ચિશ્તી ગાદી પર આવ્યા, ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ વર્ષ 1957માં હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી (રહ.) સૌની વિશેષ હાજરીમાં વિધિવત્ રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા.
આપે સાદગીભર્યું સમગ્ર જીવન નિરાધરોની સેવામાં પસાર કરી, ગાદીના માનવીય સિદ્ધાંતો,ઘેર ઘેર ગાય પાળો,માનવતા અને એકતાનો સંદેશ દેશ સહિત વિદેશમાં પહોંચાડ્યો, આપે ખૂબ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય વિવિધ ભાષા ઉપર અનોખું પ્રભુત્વ ધરાવતા હતા. આપના પુત્ર – જાનશીન અને મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી અને તેઓના સુપુત્ર ઉતરાધિકારી ડૉ. મતાઉદ્દીન ચિશ્તી દ્વારા  પાલેજ દરગાહ ખાતે સંદલ શરીફ અને ફુલ ચાદર અર્પણ કરવામાં આવી હતી, દેશમાં ભાઈચારો, શાંતિ કોમી એકતા બની રહે તે માટે વિશેષ દુઆ- પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશાળ સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ તથા બહેનોએ સહભાગી થઇ કોમી એકતાનુ વિશેષ ઉદાહરણ પૂરું પાડયું હતું.


Share to

You may have missed