ઈકરામ મલેક, દ્વારા (રાજપીપળા)
પરસોત્તમ રૂપાળા ના બફાટ બાદ સમગ્ર ગુજરાત ના રાજપૂત ક્ષત્રિય સમાજ મા ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, અને ક્ષત્રીય સમાજ ના ગામો ના પર્વેશદ્વારે ભાજપ ના કાર્યકરો અને નેતાઓ ને પ્રવેશ બંધી ના પોસ્ટરો લાગી ગયા છે.
તેવામાં રાજપીપલા આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન પહેલા ક્ષત્રિય સમાજના અગ્રણી ગીરીરાજસિંહ ગોહિલને પોલીસ દ્વારા ડીટેઇન કરી રાજપીપળા પોલીસ પથકે લઈ આવવામાં આવ્યા હતા. રખેને કોઈ વિરોધ કરે કે કાળા વાવટા ફરકાવે તેવી આશંકા હોવાના પગલે પોલીસ દ્વારા ક્ષત્રિય અગ્રણીને ડિટેન કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
