નસવાડીમાં તણખલા ચોકડી,ચાર રસ્તા ચોકડી તેમજ રેલવે સ્ટેશન પાસે હોલિકા દહન કરાયું હતું વર્ષોની જુની પરંપરા અને સાસ્કૃતિક રીતે રીત રીવાજ મુજબ શુભ મુહર્ત તે હોલિકા દહન કરવામાં આવ્યું હતું . હોળી પ્રગટાવવા ના સમયે આ વિસ્તારમા રહેતા તમામ હિન્દુ સમાજ ના લોકો બધા ભેગા મળીને પૂજા કરી હતી ત્યાર બાદ હોળી પ્રગટાવી તમામ લોકોએ ચણા અને ધાણી તેમજ અન્ય ચીજ વસ્તુઓની હોળીમાં પુજી હતી જ્યારે લોકોએ હોળીની આજુબાજુ પવિત્ર જળ અર્પણ કરીને લોકો સાત ફેરા ફરે હતા જ્યારે તમામા લોકો શ્રીફળ વધેરિયા હતા ત્યાર બાદ નૃત્ય કરી આનંદ મેળવ્યો હતો ત્યાર બાદ બાધા રાખનાર વ્યક્તિ બાધા પૂરી કરવા માટે પાંચ દિવસ સુધી રંગ પાચમ સુધી લોક ઘેરીયાનો વેશ ધારણ કરશે અને ઘેર ઘેર ગેર ઉઘરાવશે જે લોકો માન્યતા પ્રમાણે ઘેરીયા બનવુ એક માનતા કહેવામાં આવે છે અને પાંચ દિવસ આનંદ ઉલ્લાસ સાથે નાચ ગાન કરી ઘેર ઉઘરાવવામાં આવે છે અને પાંચમાં દિવસે આ તહેવારની પુર્ણાહુતી કરવામા આવે છે.અને માનતા પૂરી કરે છે
ઈમરાન મન્સુરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,