જૂનાગઢ ના હરેશભાઇ જેઠવાનો ૨૦,૦૦૦/- ની કિંમતનો મોબાઇલ ફોન ખોવાયજતા પોલીસે શોધી કાઢ્યોઝડપથી મોબાઇલ ફોનશોધી આપતા અરજદારે જુનાગઢ પોલીસનો આભાર માનીયો

Share to



રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો  મોબાઇલ ફોન ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની કલાકમાં શોધી આપેલ.*_

_જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર હરેશભાઇ જેઠવાલ જૂનાગઢના વતની હોય, હરેશભાઇના પુત્રને ગળુ પરીક્ષા આપવા જવાનું હોય જેથી તેઓ તેમના પુત્રને ઝાંઝરડા ચોકડી સુધી મૂકવા આવેલ હોય તે દરમ્યાન તેમનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V20 મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી ગયેલ હોય હરેશભાઇએ આજુબાજુ તપાસ કરેલ તથા તેઓ જે રૂટ પરથી પસાર થયેલ તે રૂટ પર પણ તપાસ કરેલ પરંતુ મોબાઇલ ફોન મળી આવેલ નહિ.* મોબાઇલ ફોન કેવી રીતે શોધવો?? આ મોબાઇલ ફોનમાં તેમના અગત્યનાં ડેટા સેવ કરેલ હોય અને જે મોબાઇલ ફોન ભવિષ્યમાં મળવો ખૂબ જ મુશ્કેલ હોય જેથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. હાર્દિકભાઇ સિસોદીયા, સુખદેવભાઇ કામળીયા, તરુણભાઇ ડાંગર એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હરેશભાઇ તથા તેનો પુત્ર જે રૂટ પરથી પસાર થયેલ તે સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરતા હરેશભાઇનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V20 મોબાઇલ ફોન ઝાંઝરડા ચોકડી પાસે પડતો જણાય આવેલ છે ત્યારબાદ તુરંત જ એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તે મોબાઇલ ફોન ઉઠાવી લેવાનું CCTV માં સ્પષ્ટ નજરે પડેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રુબરુ ઝાંઝરડા ચોકડી જઇ આજુબાજુ આ અજાણ્યા વ્યક્તિ વિશે પૂછપરછ કરતા તે અજણ્યા વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર મળી આવેલ જે આધારે તે વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે મોબાઇલ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા હરેશભાઇનો રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V20 મોબાઇલ ફોન શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હરેશભાઇ જેઠવાએ જણાવેલ કે તેમને આ મોબાઇલ ફોન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ મોબાઇલ ફોન પોલીસે શોધી આપતા હરેશભાઇએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_


જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા રૂ. ૨૦,૦૦૦/- ની કિંમતનો VIVO કંપનીનો V20 મોબાઇલ ફોન  શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to