September 6, 2024

છોટાઉદેપુર તથા પંચમહાલ જીલ્લામાંથી થયેલ વાહન ચોરીના કુલ-૦૪ ગુનાઓનો ભેદ ઉકેલી એક બોલેરે ગાડી તથા ત્રણ મોટર સાઇકલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Share to



શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાનાઓ તથા શ્રી આઇ.જી.શેખપોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘવા ગામેથી ચોરાયેલ સિલ્વર કલરની મહિન્દ્રા બોલેરો ફોર વ્હીલર ગાડી લઇને એક ઇસમ લેહવાંટ ગામ તરફથી છોટાઉદેપુર તરફ આવી રહેલ છે જે હકીકત આધારે છોટાઉદેપુર ડોન બોસ્કો સ્કુલ પાસે
વોચ નાકા બંધી કરી બોલેરો ગાડી સાથે ચાલકને પકડી પાડી ગાડીની માલીકી અંગે આધાર-પુરાવો માંગતા
તેની પાસે કોઇ આધાર પુરાવો મળી આવેલ નહી જેથી પોકેટકોપ મોબાઇલમાં ચેચીસ નંબર તથા એન્જીન
નંબર ઉપરથી સર્ચ કરતા તેનો સચો રજી. નં GJ-06-DB-1693 જણાઇ આવેલ તે બોલેરો ગાડીના માલીકનો સંપર્ક કરતા તેમણે બોલેરો ગાડી તેના ઘર આંગણેથી ચોરી થયેલ હોવાનુ જણાવેલ જે અંગે બોડેલી પોલીસ સ્ટેશન   ગુનો દાખલ થયેલ છે. જે પકડાયેલ ઇસમની યુકતિ-પયુકતિથી વિશ્વાસમાં લઈ ઉંડાણ પુર્વક વધુ પુછ-પરછ કરતા પોતે છોટાઉદેપુર જીલાનાના પાનવડ, બોડેલી,છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટર સાઈકલો તથા પંચમહાલ જીલાના જાંબુધોડા વિસ્તારમાંથી મહીંન્દ્રા પીકઅપ તથા મોટર સાઇકલની પોતે તેના અન્ય મિત્ર⭑ સાથે મળીને ચોરીઓ કરેલ હોવાનુ જણાવતા પકડાયેલ ઇસમને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to