જુનાગઢ ના વિસાવદર ના ગીરી કંદરાઓમાં બિરાજતા આદ્યશક્તિ કંકેશ્વરી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી

Share toજૂનાગઢના વિસાવદરમાં ગીર જંગલમાં ગિરિકંદરાઓ ની અંદર આદ્યશક્તિ માતા કનકેશ્વરીના બેસણા છે તેવા તીર્થધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
જેમાં ખાસ કરીને મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ તેમજ કિરણબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌમાતા નું પૂજન કરી રાજરાજેશ્વરી આદ્યશક્તિ માતા કંકેશ્વરી અભિષેક કરી હોમાત્મક યજ્ઞ તથા બપોરના ટાઈમે માતાજીનો રાજભોગ થાળ તેમજ માતાજીનો અન્નકૂટ  સહિતની વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ કે જાની તેમજ ટ્રસ્ટી શ્રી અતુલભાઇ ગાંધી રાજુભાઈ મહેતા મહેન્દ્રભાઈ ગાંધી ઉદયભાઇ મહેતા તેમજ હજારો માય ભક્તોની હાજરીમાં માતાજીના પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to