DNS NEWS બ્રેકિંગ:- ગુજરાતમાં 7મી મેએ લોકસભાનીચૂંટણી

Share to








લોકસભા ચૂંટણી 2024ની તારીખો જાહેર કરવામાં આવી છે. 543 સીટો માટે સાત તબક્કામાં મતદાન થશે. 19 એપ્રિલથી 1 જૂન સુધી ચાલશે. પરિણામ 4 જૂને આવશે. મતદાનથી લઈને પરિણામ આવવામાં 46 દિવસ લાગશે. લોકસભાની સાથે 4 રાજ્યો – આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.

પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ થશે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે મતગણતરી 4 જૂને થશે.


Share to