બોડેલી તાલુકાના સુર્યાઘોડા મુકામે બહેનોને જૂયુટના વિવિધ પ્રોડ્કટ બનવાની તાલીમ અપાઈ.

Share to

નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આરસેટી), છોટાઉદેપુર, બરોડા સ્સ્વરોજગાર વિકાસ સંસ્થાન ન બેન્કુ ઓફ બરોડા દ્વ્રારા પ્રયોજિત બોડેલી તાલુકાના સુર્યાઘોડા ખાતે તારીખ ૨૬/0૨/૨૦૨૪ થી ।૦૯/૦૩/૨૦૨૪ સુધી ૧૩ દિવસ ની જયુટ પ્રોડ્કટ ઉધ્ામી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તેવા આશયથી તાલીમ યોજવામાં આવી હતી. સંસ્થાના ડાયરેક્ટર રાહુલ જોશી દ્વારા સંસ્થાની વિગતવાર માહિતી આપવામા આવી હતી. ફેકલ્ટી જૈમિનભાઈ પટેલ દ્વારા સસ્થાની વિવિધ રમત રમાડી અને રમત માથી કઈંક શીખવા માટે તેવી કાર્યશિબિર કરી હતી.

તાલીમ દરમ્માન બહેનોને જુદી જુદી વસ્તુઓ જેવી કે રજૂવાડી ખાટલી, ઝુલો, વોટર બેગ, પગ લુછણીયુ, જયુટ બેગ, જયુટ બોક્સ, ડેકોરેટીવ બોલ, ચલીનો માળો, ફાઇલ કવર અને ફાઇલ ફોલ્ડ વગેરે બનાવી રોજી રોટી કેવી રીતે મેળવવી તે શિખવવામા આવ્યું હતું. સંસ્થાના નાંણાકીય સાક્ષરતા સલાહકાર મુકેશ પરમાર દ્વારા બૅન્કિંગ સેવાઓ અને નાંણાકીય જાગૃતિ માટે એક જેમાં બેંકિંગ સેવાઓ જેમ કે બચત ખાતું, રિકરિંગ ખાતું, ફિક્સ ડિપોસીટ ખાતું, વીમા પ્રોડટ પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, અટલ પેન્શન યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ બેન્કની નાણાકીય લેવડ-દેવડ (જમા-ઉધાર) વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

તાલીમાર્થીઓને સમગ્ર તાલીમ દરમ્યાન વિના મૂલ્યે સવારે ચા-નાસ્તો અને બપોરનું જમવાનું પૂરું પાડવમાં આવેલ હતું. અંતિમ દિને નમો ડ્રોન દીદી અને લખપતી દીદી યોજના અંતર્ગત સખી મંડળ (SHG)ની ૧૦૯૪ મહીલા ડ્રોન પાયલોટની તાલીમ પામેલ મહિલાઓને માનનીય વડાપ્રધાન શ્રી નરેંદ્ર મોદી વર્ચુઅલી હાજરી આપી હતી પ્રોત્સાહિત કર્યા હતા. આરસેટીના તાલીમ લીધેલ આર્થિક રીતે પગભર થયેલ બહેનો સાથે વિડીઓના માધ્યમથી એમના અનુભવોની ચર્ચા કરવામા આવી હતી તેનાથી અન્ધ બહેનો ને પ્રેરણા મળે અને તે બહેનો પણ આરસેટી દ્વારા તાલીમ લઇ ને પગભર થાય એ વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતુ.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to