છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકામાં બાગાયતી ખેતી કરતા અને કરવા માંગતા ખેડૂતો માટે આગામી નાણાંકીય વર્ષ: ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ વ્યક્તિલક્ષી સહાય યોજનાના ઘટકોમાં લાભ મેળવવા i-khedut પોર્ટલ તા. ૧૨/૦૩/૨૦૨૪ થી તા. ૧૧/૦૫/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જેમાં અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાક: આંબા, જામફળ, દાડમ, લીંબુ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર કાર્યક્રમ, બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં ૯૦% સહાય, ટીસ્પુ કેળ, પપૈયા, કમલમ(ડ્રેગન ફ્રુટ), છુટા ફુલપાકો, પ્લાસ્ટ્રીક(આવરણ) મલ્યીંગ, પ્લાસ્ટ્રીક ૬ મલ્ય લેઇંગ મશીન, , ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), 1, ટ્રેક્ટર માઉન્ટેડ પંપ (૨૦ BHP થી ઓછા/ ૩૫ BHP થી વધુ), , પાવર નેપસેક સ્પ્રેયર સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, પાવર ટીલર (૮ BHP થી ઓછા/૮ BHP થી वधु), સરગવાની ખેતીમાં સહાય, વોટર સોલ્યુબલ ફર્ટીલાઇઝર, હાઇબ્રીડ શાકભાજી બિયારણમાં સહાય, કાચા/અર્ધ પાકા/પાકા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, વેલાવાળા(ટીઘુ) શાકભાજીમાં પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, હાઇટેક/સ્વરોજગાર/ પ્લગ (વનબંધુ) નર્સરીમાં સહાય, નેટહાઉસ, પેકહાઉસ, ડ્રીપ ઇરીગેશન પાણીના ટાંકા બનાવવામાં સહાય, ટુલ્સ ઇક્વીપમેન્ટ શોટીંગ ગ્રેડીંગ(વજનકાંટા, પ્લાસ્ટ્રીક કેરેટ, તાડપત્રી), મહિલા વૃતિકા સ્ટ્રાઇપેન્ડ્રુ (બે દિવસ અને પાંચ દિવસીય), માળી તાલીમ વગેરે જેવા અલગ અલગ ઘટકોમાં સહાય/લાભ લેવા માંગતા ખેડૂતોને ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.
ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીપત્રકની પ્રિન્ટ આઉટ લઇ અરજીપત્રકમાં અરજદારે સહી અથવા અંગૂઠાનું નિશાન કરી. અરજી પત્રક સાથે સામેલ રાખવાના સાધનિક કાગળોમાં અરજદારના આધાર કાર્ડની નકલ, ૭/૧૨ અને ૮-અ (નવી)ની અસલ નકલ, બેન્ક પાસબુકના પહેલા પાનાની નકલ/કેન્સલ ચેક, અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર, દિવ્યાંગ અરજદાર ખેડૂતના કિસ્સામાં દિવ્યાંગતા બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્રની નકલ સહિત નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, એસ-૧, બીજો મ માળ, જિલ્લા સેવા સદન | સેવા સદન, છોટાઉદેપુર ખાતે અરજી કર્યાના એક અઠવાડીયામાં રજૂ કરવા જણાવવામાં આવે છે. ઓનલાઇન વધુમાં વધું અરજીઓ કરી શકે તેમજ લાભ મેળવે તે હેતુથી સરકારશ્રીની રાજય અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં જુદા જુદા ઘટકોમાં લાભ મેળવવા અરજીપત્રક રજુ કર્યેથી અગ્રીમતા ધોરણે સરકારશ્રીના યોજનાકીય નિયમો અનુસાર અત્રેની કચેરીને ફાળવેલ લક્ષ્યાંકો અને ગાન્ટની મર્યાદામાં ખેડૂતોને લાભ આપવામાં આવશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, છોટાઉદેપુર ફોન નંબર: ૦૨૬૬૯-૨૩૨૬૨૫ અથવા રૂબરૂમાં તાલુકા કક્ષાના બાગાયત અધિકારીશ્રીનો સંપર્ક કરવો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
More Stories
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ
જૂનાગઢના કેશોદમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી તેમજ આશરો આપનાર ઇસમ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ
ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સળંગ બીજી વખત દક્ષેશ રાંદેરિયા બિન હરીફ ચૂંટાયા…