મોંઘવારી નો પરો સો ને પરબજારમાં માગની સામે આવક ઘટી જવાથી સર્જાયેલી સ્થિતિ, લીંબુ,આદુ, મરચાંના ભાવ પ્રતિ કિલો 100 રૂા.ને પાર

Share toદરેક શાકમાં મહત્વપૂર્ણ લીંબુ,મરચા અને આદુ સહીતની વસ્તુઓના ભાવ ધરખમ વધારો થયો છે. લીંબુ 200 રૂપિયા, મરચા 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે. કાંદા બટાકાના ભાવ પણ 20 % વધારો જોવા મળ્યો હતો. તાજેતરમાં લસણના ભાવ ઉંચા પહોંચ્યા હતા જે બાદ હવે આદુ, લીંબુ, મરચા, ટામેટા, બટાકા, કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદએ ખેડૂતોના ઉભા પાકનો દાટ વાળ્યો હતો. બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે. જ્યાં લીંબુ 200 રૂપિયા, મરચા 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે. જ્યારે છૂટક બજારમાં લીંબુ 220, મરચા 120, આદુ 140 રૂપિયા કિલો ભાવથી વેચાઇ રહયાં છે. તમામ શાકથી લઇ રસોઈ માં બનાવી વાનગી માં સ્વાદ આદુ, લસણ, મરચા,લીંબુ આપતા હોય છે. તેના જ ભાવ માં વધારો થતા ગૃહિણી ઓ માટે તેનું રોજીંદુ બજેટ ખોરવાઈ ગયું છે. અંકેલેશ્વરમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજાર માંથી આયાત કરવામાં આવતી હોય છે. જે વચ્ચે ઓછી આવકને લઇ ભાવ વધારો થયો છે. તો સ્થાનિક જિલ્લા માં પણ લીંબુ, મરચા, આદુ સહીત રોજિંદા પાક માં આવક ઘટી જતા ભાવ વધી રહ્યા છે.


Share to