December 22, 2024

બાલાસિનોર ના બોડેલી પંચાયત સરપંચ તથા સ્થાનિક રહીશો દ્વારા લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું .

Share to

*મહિસાગર સાગર ઝાલા*



ડમ્પીંગ સાઇટ કાયમી ધોરણે બંધ ન કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવા મા આવશે.


બાલાસિનોર તાલુકના બોડોલી ગ્રામ પંચાયતની જમીયતપુરા ગામની સીમમાં આવેલ મૈર્સસ મૌર્ય એન્વાયરોમેન્ટ પ્રોજેક્ટ પ્રા.કંપનીની ડંપીંગ સાઈટ  કાર્યરત છે. અને આ સાઈટમાં ઝેરી કેમીકલ વેસ્ટ ધન કચરો નાખવામાં આવે છે તેનાથી ભુગર્ભ જળ દુષિત થયેલ છે. અને હાલ સિંચાઇના કુવાઓમાં કેમિકલવાળા પાણીની અસર જોવા મળે છે. આથી હાલ આ કુવાનું પાણી જીવન જરૂરીયાત માટે ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને આ અંગે વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ કાર્યવાહી થયેલ નથી. અને આ સાઇટ હજુ ચાલુ છે અને દિવસે દિવસે ત્યાં આ ઘન કચરો વધુ પ્રમાણમાં નાખવાનું ચાલુ છે. ખા અંગે યોગ્ય કાર્યવાહી કરી આ સાઇટ કાયમી ધોરણે બંધ કરવી અને જો આ સાઈટ કાયમી ધોરણે બંધ કરવામાં નહિ આવે તો અમે આવનાર સમયમાં લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરીશું. જેની આપ સાહેબશ્રીએ નોંધ લેવી


Share to

You may have missed