જુનાગઢ ના ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પાકની બમ્પર આવક હરાજીનો ભાવ 1400 થી 1700 સુધી બોલાવ્યોખેડૂતોમાં નારાજગી

Share to



જુનાગઢ જિલ્લામાં ખેડૂતોએ શિયાળુ પાક ધાણા નું વાવેતર વિપુલ પ્રમાણમાં કર્યું છે
પહેલાના સમયમાં શિયાળુ ના મુખ્ય પાકો ઘઉં બાજરી મકાઈ જુવાર ખેડૂતો વાવતા હતા હવે સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોએ છેલ્લા પાંચ વર્ષથી વાવેતરની પેટન બદલાવી છે અને શિયાળુ પાકમાં ચણા ધાણા જેવા પાકો વધારે વાવવા લાગ્યા છે એટલે ખેડૂતો માની રહ્યા છે કે આ પેટર્ન બદલાવાથી જે વીઘા ની ઉપર છે એ બમણી મળે આજે સૌથી મોટો પ્રોબ્લેમ વાતાવરણનો છે જેમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગ્લોબલ વોર્મિંગ ખાસ જોવા મળી રહી છે અને ખેડૂતોના મોટાભાગના પાકો છે તેમાં માવઠા કમોસમી વરસાદ આવવાના કારણે શિયાળુ પાકો ખેડૂતોની વાવણી કરેલ ઉપર પાણી ફરી વળ્યુ છે જેમાં વિધે  ઉત્પાદન ન બેસતું હોય જેમાં ચણા ધાણા ઘઉં  વિધે 20 મણ થતા હોય અને આજે માત્ર કમોસમી વાતાવરણ વારંવાર માવઠા થવા વાદળ છાયા વાતાવરણને કારણે સુકારા નામનો રોગ ભરડો મારી ગયો છે એટલેમાત્ર 10 થી 12 મણનો ઉતારો બેસે છે અને એમાં પણ બિયારણ મજૂરી ખેતી ખર્ચ 60 ટકા જેવો થઈ જાય છે માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રના મોટા પીઠામાં ખેડૂતો વેચવા આવે તો પૂરતા ભાવ પણ ન મળતા હોય આજે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ધાણા નો મણનો ભાવ 1400 થી 1700 બોલાવ્યો એટલે ખેડૂતોને બમણોમાંર પડી રહ્યો છે ખેતરમાં  ઉપજ નથી આવતી અને ભાવ પણ ન મળતો હોય તો ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ધાણાના મણના ભાવ તો ₹2200 થી 2500 તો હોવા જોઈએ તો જ આ ખેતી ખર્ચ પોસાય તેમ છે

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to