રાજપીપળા ની કેટલીક શાળાઓમા શિક્ષકો દ્વારાજ ચોરીઓ કરાવાતી હોવાની બૂમ

Share to

ઈકરામ મલેક: રાજપીપળા

હાલ SSC અને HSC બોર્ડ ની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ના કેરિયર માટે આ પરીક્ષાઓ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતી હોય છે. વિદ્યાર્થીઓ એના માટે રાત દિવસ મહેનત કરી ઉજાગરા કરી સતત કલાકો સુધી વાંચન કરી પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે અને પરીક્ષામાં બેસતા હોય છે.

પરંતુ કેટલીક વાર એવા કિસ્સાઓ બનતા હોય છે કે પરીક્ષા કેન્દ્ર ઉપર સંચાલકો દ્વારા જ વિદ્યાર્થીઓને સામૂહિક ચોરીઓ કરાવવામાં આવતી હોય છે જેના કારણે ખરી મહેનત કરનારા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે અને તેઓની સાથે નબળા વિદ્યાર્થીઓ પણ સારા માર્ક લઈને આવી જતા હોય છે. પોતાની શાળાઓના ઊંચા પરિણામ લાવવા માટે પણ શિક્ષકો કે શાળા સંચાલકો આ પ્રકારની ખોટી રીતે રસમો અપનાવતા હોય છે.

ત્યારે હાલ કેટલાક વાલીઓ દ્વારા પોતાના નામ ન આપવાની શરતે દુરદર્શી ન્યુઝ ના પત્રકારને જણાવવામાં આવ્યું છે કે રાજપીપળા ની દક્ષિણ દિશામાં આવેલી 2 હાઈસ્કૂલ મા 12 સાયન્સના પેપરમાં એમસીક્યુ ના જવાબો પરિક્ષાર્થીઓ ને લખાવી દેવામાં આવે છે, એ પ્રકાર ની ફરિયાદ કેટલાક વિદ્યાર્થીઓ એ પોતાના વાલીઓ ને કરતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે.

જો આ પ્રકારે કેન્દ્ર સંચાલકો દ્વારા જ વિદ્યાર્થીઓને સામુહિક ચોરીઓ કરવામાં આવશે તો જે હોશિયાર અને મહેનતની વિદ્યાર્થીઓ છે તેમના સાથે આ અન્યાય ગણાશે આ મામલે ફ્લાઈંગ સ્કવોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ આ બાબતે કડકાઇ રાખવી આ પ્રકારની ચોરીઓ થતી હોય તો એને તાત્કાલિક અટકવા માટે પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


Share to