October 29, 2024

જૂનાગઢના બીલખામાં સ્વતંત્ર સેનાની રાજવી દરબાર શ્રી સ્વ અમરવાળા વાઘણીયા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાયું

Share to



આજ રોજ જુનાગઢ જિલ્લાના બીલખાગામ ખાતે  સ્વાતંત્ર્ય સેનાની રાજવી દરબાર શ્રી સ્વ. અમરાવાળા વાઘણીયા સાહેબ ( છોટે શિવાજી) ની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બહોળી સંખ્યામાં ભક્તો પણ અહીંયા જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં ખાસ  ઉપસ્થીત રહેતા ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા.
   પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં પરમ પૂજ્ય મુક્તાનંદબાપુ ચાપરડાં, પૂજ્ય મહાવીર બાપુ, ચલાલા, તેમજ ભઈલુભાઈ પાળીયાદ, ઉદયભાઈ ભગત સહિતના વંદનીય સંતો મહંતો અને રાજવી પરિવારો અને અધિકારી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed