DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી એસટી ડેપો ખાતે રૂ. સાડા ચાર કરોડ કરતાં વધુ ના ખર્ચે અદ્યતન નવિન એસ.ટી. ડેપો ના વર્કશોપનું થશે નિર્માણ

Share to



છોટાઉદેપુર ના લોકલાડીલા સાંસદ ગીતાબેન ના હસ્તે બોડેલી એસટી ડેપો ખાતે  આવેલ નવિન એસ.ટી. ડેપો ના વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો .

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ  વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જુના અને જર્જરિત ડેપોના-વર્કશોપને ડિમોલીશ કરીને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન ડેપો – વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સાથે નવી એસટી બસ નું લીલી જંડી આપીને સાંસદ દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ, બીજેપી જિલ્લા  પ્રમુખ ઉપેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય, અભેસિંહ તડવી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અને ધારાસભ્ય જયંતિ રાઠવા, સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to