_જૂનાગઢમાં નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂને નેત્રમ શાખામાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલપોલીસ વડા ડીજીપી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું

Share to




_ગુજરાત પોલીસમાં ઉત્કૃષ્ઠ અને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને   ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરી, ગુજરાતના ડીજીપી ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે.* ગુજરાત એવું સાતમું રાજ્ય છે, જ્યા ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે…_

_જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી નિલેષ જાજડિયા* તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસમાં હાલમાં ફરજ બજાવતા ૧ અધિકારીની PSI શ્રી પ્રતીક મશરૂની ડીજીપી કમેન્ડેશન ડિસ્ક 2022 માટે પસંદગી કરવામાં આવેલ હતી.* જેઓને આજરોજ ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે એક ભવ્ય સન્માન સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સહાય* ના હસ્તે ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત* કરવામાં આવેલ હતા._

_જૂનાગઢ નેત્રમ શાખાના PSI પ્રતિક મશરૂ* જૂનાગઢ પોલીસની ત્રીજી આંખ એટલેકે નેત્રમ શાખામાં ફરજ બજાવે છે, અને  CCTV કેમેરા દ્વારા PSI પ્રતિક મશરૂ અને તેમની સમગ્ર ટીમ* જૂનાગઢ શહેરમાં 24*7 ચાંપતી નજર રાખે છે, ક્રાઇમ એનાલીસીસ અને ક્રાઇમ ડીટેકશન તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ એ નેત્રમ શાખાની મુખ્ય કામગીરી છે. આ ઉપરાંત લોકોની કિંમતી વસ્તુ, સોનાના દાગીના, મોબાઈલ ફોન ખોવાય જવો, કોઈ વ્યક્તિ ઘરેથી નારાજ થઈ નીકળી ગયેલ હોય તો તેવા લોકસેવાના કાર્યમાં પણ જૂનાગઢ નેત્રમ શાખા અગ્રીમ રહે છે._

_જૂનાગઢના PSI પ્રતિક મશરૂ દ્વારા ભૂતકાળમાં પણ મહત્વની અને ખૂબ સારી કામગીરી કરી લોકોના દિલમાં સ્થાન* મેળવેલ છે, જેઓને આજે પણ લોકો યાદ કરે છે._


_આ પહેલા જૂનાગઢના PSI પ્રતિક મશરૂને હાલમાં જૂનાગઢમાં યોજાયેલ રાજ્ય કક્ષાની ૭૫માં પ્રજાસતાક પર્વની* ઉજવણીમાં માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત* તથા માન. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના* હસ્તે સાલ ઓઢાડી તથા પ્રશંસા પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ.*_

_સને 2019 માં સમગ્ર ભારતમાંથી ફકત 50 પોલીસ અધિકારીશ્રીઓ* અને ગુજરાત રાજયમાંથી ફકત ત્રણ પોલીસ અધિકારી પૈકી PSI પ્રતિક મશરૂની* સારી કામગીરી માટે પસંદગી કરવામાં આવેલ અને તે વખતના ભારત સરકારના કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી રાજીવ ગોબાના હસ્તે સન્માન કરવામાં આવેલ*._

_તેમજ 2021 ની સાલમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી તરફથી ઇ કોપ એવોર્ડ, તેમજ વર્ષ 2021 થી આજદિન સુધી છેલ્લા 10 ક્વાર્ટરમાં તમામ વખત જૂનાગઢ નેત્રમ શાખાને સમગ્ર રાજ્યમાં CCTV કેમેરા દ્વારા સૌથી વધુ ગુન્હા ડીટેક્ટ કરવા તેમજ અન્ય સારી કામગીરી માટે રાજ્યના DGP શ્રી દ્વારા  ગાંધીનગર ખાતે રૂબરૂ 15-15 એવોર્ડથી સન્માનિત કરેલ છે.* ઉપરાંત, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમા સારી કામગીરી કરવા બદલ માળીયા હાટીના ખાતે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી દ્વારા પણ PSI પ્રતિક મશરૂનું સન્માન થયેલ છે.*_

_જૂનાગઢની પ્રજાની મદદ માટે હંમેશા તત્પર રહેતા PSI પ્રતિક મશરૂને જૂનાગઢની જુદી જુદી ઘણી બધી સંસ્થાઓ તથા જ્ઞાતિઓ દ્વારા પણ સન્માનિત કરવામાં આવેલ હતા…._

_ગુજરાતના પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સહાય* ના હસ્તે જૂનાગઢના PSI પ્રતિક મશરૂ ને  ડીજીપી કમેન્ડેશન ડિસ્ક અને સન્માન પત્ર એનાયત* કરવામાં આવતા, જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી નિલેષ જાજડિયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા , જૂનાગઢ ડીવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા, હેડ કવા. નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એસ.પટ્ટણી ,કેશોદ ડીવિઝનના  નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર, માંગરોળ ડીવિઝનનાં  નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે*…._

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed