જૂનાગઢ ના વિસાવદરમાં લાયન્સ કલબ દ્વારા સાહિત્ય તેમજ કાવ્ય સર્જક કવિ બાલમુકુન્દ દવે ની જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી

Share to



વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ સાથે વિસાવદર તાલુકાની જુદી જુદી  શાળાઓમાં વિદ્યાર્થીઓ સાહિત્ય સર્જકો તેમજ કાવ્ય સર્જકો થી અને તેઓ દ્વારા તૈયાર કરેલી જુદી જુદી રચનાઓથી પરિચિત થાય તેમજ ગુજરાતી સાહિત્યમાં તેમનું વિશેષ યોગદાન અને મહત્વ વિશેની માહિતીની જાણકારી મેળવે એવાં ઉમદા હેતુ સાથે ગુજરાતી ભાષાના સાહિત્ય તેમજ કાવ્ય સર્જક કવિ બાલમુકુન્દ દવે ની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની જુદી જુદી શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં શાળા વાઈઝ  સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
            ગુજરાતી ભાષાના કવિ / સાહિત્ય સર્જક બાલમુકુન્દ દવે ની જન્મજયંતિ ઉજવણી અંતર્ગત લાયન્સ કલબ વિસાવદર દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, કાલાવડ પ્રાથમિક શાળા, દાધિયાપરા પ્રાથમિક શાળા, ભૂતડી પ્રાથમિક શાળા,મોટી મોણપરી પે સેન્ટર શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર,વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર,હસનાપુર પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા,રાવણી (કુબા) પ્રાથમિક શાળા, જાંબુડા પ્રાથમિક શાળા તેમજ સુખપુર પ્રાથમિક શાળા સહિતની શાળાઓનાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સહભાગી થયેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to