ભરૂચ જિલ્લાના રાજપીપળા.માં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં જુનાગઢ જિલ્લાના સમગ્ર કોંગ્રેસ પાર્ટી ના હોદ્દેદારો કાર્યકરો જોડાયા

Share to
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના આદરણીય શ્રી રાહુલજી ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને વિવિધ પ્રદેશોમાં લોકો વચ્ચે નીકળ્યા છે. ત્યારે તેમની ભારત જોડો તા.૯-૩-૨૦૨૪ ના વહેલી સવારે ભરૂચ જિલ્લાના રાજપીપળા સંતોષ ચોકડી ખાતે આવી પહોંચી હતી

. ત્યારે જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી જુનાગઢના તમામ કોંગ્રેસ પક્ષના નાના મોટા કાર્યકરો, હોદેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓને તે યાત્રામાં જોડાવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના આદરણીયા પ્રમુખશ્રી શકિતસિંહજી ગોહિલની સુચનાથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના ઉપાધ્યક્ષ અને જુનાગઢ જિલ્લા કોંગ્રેસના પ્રભારીશ્રી આદરણીય શ્રી હિરાભાઈ જોટાવા સાહેબના માર્ગદર્શન નીચે તમામ આગેવાનોને તે યાત્રામાં જોડાવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું અને આહવાન પણ કરવામાં આવ્યું હતું યાત્રામાં જોડાનાર જુનાગઢ જિલ્લા અને શહેરમાંથી આગોવાનો અને કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં સ્વયંભુ જોડાયા હતા


મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to