December 22, 2024

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા માહિતી કચેરી- ભરૂચદ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું કર્યું વિમોચન

Share to


‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન

ભરૂચ:ગુરૂવાર: ભરૂચ ખાતે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને  યોજાયેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહુર્ત તેમજ ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે જિલ્લા માહિતી કચેરી-ભરૂચ દ્વારા તૈયાર કરાયેલી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું.
              ઉલ્લેખનીય છે કે, આ ‘વિકાસ વાટિકા’  પુસ્તિકામાં વર્ષ  ૨૦૨૨-૨૩માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યોનું આગોતરૂ આયોજન સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
     આ પુસ્તિકા ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે.
-૦૦-


Share to

You may have missed