December 18, 2024

ભરૂચ પાલિકાના કર્મચારીઓ કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી અજરદારોને ધરમ ધક્કા

Share to


ભરૂચ ભરૂચમાં બુધવારે સવારે ઝાડેશ્વર ખાતે આવેલાં સ્વામિનારાયણ સભાગૃહમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નાસી શક્તિ વંદનાનો વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. કાર્યક્રમને લઇને ભરૂચ નગર પાલિકાનો એકંદરે આખો સ્ટાફ કાર્યક્રમમાં ગયો હતો. જેના કારણે નગરપાલિકા કચેરી સુમસામ બની ગઇ હતી. મહત્વના તમામ વિભાગોની કેબીનો પર તાળા મારેલાં દેખાયાં હતાં. કેટલાંક અરજદારો તેમજ માર્ચ એન્ડિંગ હોઇ વેરો ભરવા માટે અમુક લોકો કચેરીએ આવ્યાં હતાં. જોકે, વિભાગોના દરવાજાઓ લાગેલાં ખંભાતી તાળાઓ જોઇને તેમને ધરમનો ધક્કો પડ્યો હોવાનો અનુભવ થયો હતો. ત્યારે તે એક કાર્યક્રમ પુર્ણ થયાં બાદ આવતી કાલે યોજાનારા સીએમના હસ્તે લોકાર્પણના કાર્યક્રમને લઇને પણ કેટલાંક અધિકારીઓ મદદમાં ત્યાં જતાં રહ્યાં હતાં.


Share to

You may have missed