December 22, 2024

બોડેલીની અલીપુરા ચોકડી પાસે દિવસભર વાહનોની લાંબી કતારો જોવા મળતાં રોજિંદા ટ્રાફિક જામની ઊભી થયેલી સમસ્યાથી વાહનચાલકો પરેશાન

Share to



ટ્રાફિકના સમસ્યાનો વહેલી તકે ઉકેલ લવાય તેવી માંગ


જિલ્લાની સૌથી વધુ વાહનોની અવરજવરથી વ્યસ્ત રહેતી બોડેલીની અલીપુરા ચોકડી પર દિવસભર વાહનોની લાંબી કતારો જોવા મળતાં રોજિંદા ટ્રાફિક જામની ઊભી થયેલી સમસ્યાથી વાહનચાલકો ખૂબ પરેશાની ભોગવી રહ્યાં છે ત્યારે અલીપૂરા કે રેલ્વે ફાટક પાસે ઓવર બ્રિજ તાત્કાલિક ધોરણે બનાવાય તેવી માંગ ઉઠી છે.

પુર્વ વિસ્તારનાં મધ્ય કેન્દ્ર પર આવેલી બોડેલીની અલીપૂરા ચોકડી પર દિન બ દિન ટ્રાફિક વધતો જાય છે. વડોદરા,ગોધરા, છોટાઉદેપુર અને રાજ પીપળા તરફ જતા માર્ગ ને લીધે ભારદારી વાહનો પણ રાત દિવસ પસાર થઈ રહ્યાં છે.રેતી ભરેલાં વાહનો પણ રાતદિવસ અહિથી દોડી રહ્યાં છે. જ્યારે અલિપુરા ચોકડી નજીક બાય પાસ રોડ પર રેલ્વે ફાટક હોવાથી ત્યાં દિવસ ભર ફાટક ખોલબંધ થવા ને લીધે એક કિ.મી. જેટલી લાંબી કતારો થઈ જાય છે.ફાટકથી અલીપૂરા ચોકડી સુધી અને કૉલેજ તેમજ મોડાસર ચોકડી સુધી પણ ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.આ સમસ્યા દિવસે દિવસે વધું વકરતી જાય છે. ત્યારે ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે કોઈ આયોજન થઈ રહ્યુ નથી. ડભોઈ નજીક વેગા ફાટક પાસે બની રહેલો ઓવરબ્રિજ કરતાં બોડેલી કે પલાસવાડા ફાટક પર ટ્રાફિક વધું થાય છે.છતા તંત્રનાં આડેધડ નિર્ણયની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે બોડેલીમાં વકરેલી ટ્રાફિકની સમસ્યાનો જલ્દી ઉકેલ આવે તેવું આયોજન ખૂબ જરુરી બન્યુ છે.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed