બોડેલી ના પાટણા ગામ ના વળાંક પર બે ટ્રક સામ સામે આવી જતા એક ટ્રક ચાલકે ટ્રક ને રોડ ની બાજુ માં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી કોઈ જાનહાનિ

Share toબોડેલી ડભોઇ રોડ પર પાટણા ગામ ના વળાંક પર બે ટ્રક સામ સામે આવી જતા એક ટ્રક ચાલકે ટ્રક ને રોડ ની બાજુ માં ઉતારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી કોઈ જાનહાનિ થઈ નથી.

મધ્યપ્રદેશના બડવાની થી કાઠીયાવાડ એક ટ્રક મકાઈ ભરી જતી હતી ત્યારે આજ રોજ વહેલી સવારે બોડેલી થી ડભોઈ તરફ ટ્રક પસાર થતી હતી ત્યારે બોડેલી તાલુકાના પાટણા  અને સાલપુરા ગામ ના વળાંક પર અચાનક બોડેલી તરફ જતી એક ટ્રક સામે આવી જતા મકાઈ ભરેલી ટ્રક ના ચાલકે પોતાની  ટ્રક રોડ ની બાજુમાં ઉતારી લેતા મકાઈ ભરેલી ટ્રક પલટી મારવા જતા રોડ ની બાજુ ના ઝાડ નો ટેકો થઈ જતા ટ્રક પલટી અટકી ગઈ હતી  જેથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ ટ્રક નુકસાન થયું હતું .

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed