December 22, 2024

જૂનાગઢના વિસાવદર લાયન્સ કલબ દ્વારા સરકારી શાળામાં દિન વિશેષની ઉજવણી કરાઈ.

Share to




જૂનાગઢના વિસાવદરમાં વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જન્મજયંતિ તેમજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ઉજવણી કરાઈ.
વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન તેમજ આર્થિક સહયોગ સાથે વિસાવદર તાલુકાની જુદી જુદી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ દિન વિશેષ થી પરિચિત થાય તેમજ દિન વિશેષ વિશે સામાજિક,રાષ્ટ્રીય તેમજ વૈજ્ઞાનિક મહત્વ વિશેની માહિતીની જાણકારી મેળવે એવાં ઉમદા હેતુ સાથે મહાન વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ જન્મજયંતિની ઉજવણી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ની ઉજવણી અંતર્ગત તાલુકાની જુદી જુદી શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં શાળા વાઈઝ દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
            દિન વિશેષ ઉજવણી અંતર્ગત લાયન્સ કલબ વિસાવદર દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, મોટી મોણપરી પે સેન્ટર શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, માંડાવડ પ્રાથમિક શાળા, લાલપુર પે સેન્ટર શાળા,પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા સહિતની શાળાઓનાં વિદ્યાર્થીઓ સ્પર્ધામાં સહભાગી થયેલ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed