બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ

Share to             રાજપીપલા,શુક્રવારઃ નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ શ્રીયુત બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. શ્રી ગેટસનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલકશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન શ્રી મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ,સહિત  ઉચ્ચ અધિકારીશ્રીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.


Share to

You may have missed