બોડેલી અલીપુરા ખાતે આવેલ માયશાનેન સ્કૂલ માં વિજ્ઞાન પ્રયોગશાળા અને વિજ્ઞાન મેળો યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો અને ટ્રસ્ટીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી કરવામાં આવતું આયોજનબદ્ધ પ્રદર્શન વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાઉદેપુર DPO જશવંત સાહેબ બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ અને ચેરવા ગ્રામ પંચાયતના આગ્રણી વિઠ્ઠલભાઈ રાઠવા સહિત સ્કૂલના ટ્રસ્ટી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું
વિજ્ઞાન-મેળામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ ઉમંગ-ઉત્સાહ અને પરિશ્રમથી કૃતિઓની રજૂઆત કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર
![](https://durdarshinews.com/wp-content/uploads/2024/03/IMG-20240302-WA0011.jpg)