December 22, 2024

નર્મદા પોલીસે 60 લાખ નો ગાંજો ઝડપી પાડી ડંકો વગાડ્યો

Share to



*યુવા પેઢી ને બરબાદ થતી અટકાવી….*

રાજપીપળા:- ઈકરામ મલેક

અત્યાર ની સૌથી મોટી ખબર મા નર્મદા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 60 લાખની કિંમતનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે પ્રાત માહિતી અનુસાર રાજપીપળા થી ડેડીયાપાડાના હાઇવે ઉપર બીટાળા ગામ પાસેની ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી મહા રાષ્ટ્ર પાશિંગ ના એક આઇસર ટેમ્પો પકડી પાડવામાં આવ્યો હતો…

અને ચેક કરતા કાજુ ના વેસ્ટ ભરેલા ઠેલા ઓ ની પાછળ 30 જેટલા બોરા ઓ ભરી ને સૂકો ગાંજો મળી આવ્યો હતો….

પોલીસે ચાલક ની અટકાયત કરી સમગ્ર મુદ્દામાલ રાજપીપળા ની LCB ઓફિસે લઈ આવવા મા આવ્યો હતો…

જ્યાં ટેમ્પો માંથી ગાંજો ભરેલા બોરાઓ ની ગણતરી કરતા એક બોરા મા આશરે 30 KG વજન મા 30 બોરાઓ મળી કુલ અંદાજીત 600 કિલો જેટલો ગાંજો હોવાનું પ્રાથમિક તબકે જણાઈ આવ્યું છે….


આમ નર્મદા LCB દ્વારા અધધ 60 લાખ ની બજાર કિંમત ધરાવતા પ્રતિબંધ ગાંજા ની ખેપ પકડી પડાઈ છે…

આ ગાંજો ક્યાંથી ભરવામાં આવ્યો છે અને ક્યાં લઇ જવાય રહ્યો હતો એની તપાસ ચાલુ હોવાનું જાણવા મળે છે..


Share to

You may have missed