વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત સરકારી હાઈસ્કૂલ વિસાવદર, વિવેકાનંદ પ્રાથમિક શાળા વિસાવદર, માંડાવડ પ્રાથમિક શાળા, નાની પીડાખાઈ પ્રાથમિક શાળા, મોટી પીડાખાઈ પ્રાથમિક શાળા, સુખપુર પ્રાથમિક શાળા, રાવણી (કુબા) પ્રાથમિક શાળા, પે. સેન્ટર શાળા લાલપુર, પે. સેન્ટર કન્યા શાળા વિસાવદર સહિતની શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાની અમુક શાળાઓમા શાળા કક્ષાએ વિજ્ઞાન ગણિત વિષયને અનુરૂપ પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ સાથે જુદાં જુદાં મોડેલ તેમજ કૃતિઓ રજુ કરવામાં આવેલ લાયન્સ કલબ વિસાવદર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી અંતર્ગત આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં શાળા વાઈઝ પ્રથમ,દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકોને લાયન્સ કલબ વિસાવદર દ્વારા પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
* નેત્રંગ તાલુકામાં સાંબેલાધાર વરસાદથી જનજીવન ઠપ્પ * નદી-નાળામાં ધોડાપુર આવતા કાંઠા વિસ્તારના ગામો સંપર્કવિહોણા બન્યા * બલડેવા-પીંગોટ અને ધોલી ડેમ ઓવરફ્લોથી અનેક ગામો એલર્ટ કરાયા
આજ રોજ તારીખ ૦૩/૦૯/૨૦૨૪નાં રોજ પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે. પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ
રાજપીપળા-વડોદરા સ્ટેટ હાઇવે પર જેસલપુર ગરનાળા ઉપરનો રોડ બેસી જતાં માર્ગ મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામ કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરી રસ્તા પરના પાણીનો નિકાલ કરાયોઃ નાંદોદના ધારાસભ્ય તથા પ્રભારી સચિવ એ સ્થળ મુલાકાત કરી