December 22, 2024

પાવીજેતપુરના સિહોદ પુલની બાજુમાં ઓલ વેધર ડાયવર્ઝનનું કામ એક અઠવાડિયામાં શરૂ થશે!

Share to



રૂ.2.34 કરોડના ખર્ચે વિશાલ ગ્લોબલ ઈન્ફ્રા.ને અપાયો છે કોન્ટ્રાક્ટ

3 મહિનાની મુદ્દતમાં કામ પૂર્ણ કરવાનું છે પણ એક મહિનામાં જ નવું ડાયવર્ઝન નિર્માણ પામશે


બોડેલી છોટાઉદેપુર હાઇવે પર સિહોડ પાસે ભારજ નદી પર ડેમેજ થયેલા પુલની બાજુમાં ઓલવેધર ડાયવર્ઝન બનાવવા માટે એન.એચ.એ.આઈ. દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેને એપ્રુવલ મળી જતા હવે એક અઠવાડિયામાં જ તેનું બાંધકામ શરૂ થઈ જનાર હોવાનું જાણવા મળે છે.
      સિહોદ પુલ ગત ચોમાસામાં બેસી જતાં તે દિવસથી જ સ્ટેટ હાઇવે પર ડાયવર્ઝન આપી મહિનાઓથી ટ્રાફિક જિલ્લા તંત્રે ડાયવર્ટ કરેલો છે. જનતા ડાયવર્ઝન બનાવાયું હતું. જોકે તે હવે ફારસ રૂપ સાબિત થયું છે. નેશનલ હાઇવે નંબર 56 ઉપર 24 કલાક ધમધમતો હજારો, લાખો વાહનોનો ટ્રાફિક આ પુલને લીધે પ્રભાવિત થઈ રહ્યો છે. જેને લીધે છોટાઉદેપુર સહિત મધ્ય પ્રદેશ અને અન્ય પ્રાંતોના વિકાસ પર પણ માઠી અસર પહોંચી છે.
       એન.એચ.એ.આઇ. તંત્ર દ્વારા 2.34 કરોડ રૂપિયાના ખર્ચે નવું ઓલ વેધર ડાયવર્ઝન બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર એજન્સી ફિક્સ કરવા માટે કેન્દ્રીય બાંધકામ વિભાગ સુધી મંજુર થયેલ ટેન્ડર ને મોકલવામાં આવ્યું હતું. ત્યાંથી હજી ગઈકાલે જ NHAI વિભાગને એપ્રુવલ મળી છે. જેથી વર્ક ઓર્ડર પણ એક બે દિવસમાં નીકળી જશે. તે સાથે જ નવા ઓલ વેધર ડાયવર્ઝનનું બાંધકામ પૂરજોશમાં શરૂ કરી દેવાશે. આ બાંધકામ માટે સ્ટીપ્યુલેટેડ ટાઈમ લિમિટ ત્રણ મહિનાની આપેલી છે. જોકે એક મહિનામાં જ કોન્ટ્રાક્ટર એજન્સી કામ પૂર્ણ કરી દેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed