બોડેલી નજીકના લોઢણ, ખડકલા- વાટા વચ્ચે નવા રોડની માપણી, સર્વેની કામગીરી હાથ ધરાઇ , NHAI અધિકારીઓએ કેટલાક મહત્વના પોઇન્ટ્સ પર આવા માર્કિંગ કર્યા

Share to




બોડેલી બાયપાસ બનશે
****
જબુગામ થી ધામસીયા ફોરલેન રૂ.1188.48 કરોડના ખર્ચે નવો બનાવવા કોન્ટ્રાકટરને કામ સોંપાયું
****
અપગ્રેડેશન હાઇબ્રીડ એનિટી મોડ (પેકેજ 3) હેઠળ મંજુર કરી હાથ ધરાઇ કાર્યવાહી
****
છ મહિનામાં શરૂ થઇ જશે નવા ફોર લેનનું બાંધકામ
****
હાલના N.H.56 ના ટુ લેન કેરેજ વે ને ડબલ કરવામાં આવશે


બોડેલી તાલુકાના જબુગામથી નસવાડી તાલુકાના ધામસીયા
સુધીનો અંદાજે 35 કીમી નો માર્ગ બે લેનમાંથી 4 લેનનો બનાવવા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થનાર છે.નવો માર્ગ રૂ.1188.48 કરોડના ખર્ચે નવો બનાવાશે. રસ્તાને અપગ્રેડેશન હાઇબ્રીડ એનિટી મોડ (પેકેજ 3) હેઠળ મંજુર કરી બનાવાશે.નેશનલ હાઇવે નં.56 હેઠળનો આ માર્ગ
છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાને જોડતી કડી રૂપ મનાય છે.નેશનલ હાઇવેના કેરેજ વે ને ડબલ કરી દેવાશે તે સાથે વિસ્તારમાં વિકાસની નવી તકો ખુલશે.
    બોડેલી નજીકથી છોટાઉદેપુર –  વાપી.એન.એચ.એ.આઇ.નો 4 લેન હાઇવે નવો બનવાનો છે.જેમાં નવું એલાઇમેન્ટ બોડેલી બાયપાસ તરિકે પણ ઓળખાય છે.આ બોડેલી બાયપાસ બોડેલી નજીકના જબુગામ સી.એચ.સી.સામેથી નીકળી અનેક ખેતરો ક્રોસ કરી મોડાસર પાસેના લૉઢણ ગામેથી નીકળી વણીયાદરી થઇને આગળ મુખ્ય એલાઇમેન્ટ સાથે મળનાર છે.આ અંગે એન.એચ.એ.આઇ.દ્વારા એક એજન્સીને ફોરલેન હાઇવે નવો બનાવવા કોન્ટ્રાકટ પણ આપી દેવાયો છે.થોડી ઓફિશિયલ પુર્તતા પુરી થતાં જ નવો બાયપાસ બનવાનું આગામી 6 મહિનામાં જ શરૂ થઇ જશે.
    આ નવા બોડેલી બાયપાસ માટે એલાઈમેન્ટ પર આવતા ખેતરો અને ખાનગી પ્રોપર્ટીઓનું જમીન સંપાદન કાર્ય પૂર્ણ કરી દેવાયું છે.આ બાયપાસ અને હાઇવે નવો બનાવવા તંત્રે ટેન્ડર બહાર પાડયુ હતું.ટેન્ડર ખુલી પણ ગયું છે.જેમાં એક એજન્સીને કોન્ટ્રાકટ પણ આપી દેવાયો છે.
    એન.એચ.એ.આઇ.ના અધિકારી યોગેશ રાવતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, અમારી કચેરીના ભાગે અડધી કામગીરી કરવાની થાય છે.બીજી અડધી કામગીરી ગોધરા એન.એચ.એ.આઇ.દ્વારા હાથ ધરાશે.હાઇવે નિર્માણ કરવા કુલ સાત પેકેજ બહાર પડાયા છે.જેમાંનું એક પેકેજ જબુગામ નસવાડી(ધામસીયા) રોડનું છે.આ કામ છ મહિનામાં શરૂ થઈ જશે.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to