December 22, 2024

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા બેઠક પર 21 દિવસની સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો

Share to

યાત્રાધામ ગુમાનદેવ ખાતે હનુમાનજી દાદાના આશીર્વાદ મેળવી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભાના મત વિસ્તારોમા ફરીને લોક સંપર્ક કરી આવનાર સમયમાં લોકોની સમસ્યાઓને વાચા આપવાનું કામ કરશે.13 મી માર્ચના નર્મદા જીલ્લાના દેવમોગરા માતાના દર્શન કરી યાત્રાનું સમાપન કરવામાં આવશે.

લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.જેના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ગુમાનદેવ મંદિરે હનુમાન દાદાના આશીર્વાદ મેળવી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો ઢોલ નગરા સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો જોડાયા હતા.

આ સ્વાભિમાન યાત્રામાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા,આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને પાર્ટીએ જેમના નામની ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તેવા ચૈતર વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.આ યાત્રા 21 દિવસ સુધી ભરૂચ લોકસભામાં આવતા વિવિધ વિસ્તારો માં ફરી જન સંપર્કનું કાર્ય કરીને તેમની સમસ્યા ઓ જાણવામાં આવશે.આ યાત્રાનું 21 દિવસ બાદ 13 મી માર્ચે ચૈતર વાસવાના જન્મ દીવસ નિમિત્તે દેવ મોગરા માતાજીના દર્શન કરીને યાત્રાની પુર્ણાહુતી કરાશે.

આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,સમગ્ર દેશમાં જે રીતે ભય,ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તેની સામે આ સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે.સાથે જ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ તેઓએ મોટું નિવેદન આપ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાએ સીટ શેરિંગને લઈને વાતચીત ચાલી રહી છે અને ભરૂચ બેઠક પર પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને હરાવવા પ્રયત્નો કરશે.ભરૂચ લોકસભા બેઠક પર દ્વારા પોતાના ઉમેદવાર માટે દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે ચૂંટણીના સમયમાં દાવો સૌ કોઈ કરે છે પરંતુ અહીંના જે હીરો છે તે ચૈતર વસાવા છે અને લોકો તેમને ચૂંટીને સંસદમાં મોકલશે.


Share to

You may have missed