


*નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે*
આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૪ને બુધવાર ના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કરનાર છે.
આ પ્રસંગને અનુસંધાને આજરોજ કલેકટર તુષાર સુમેરાનાના અધ્યક્ષપદે સંકલન સમિતીના અધિકારીશ્રીઓ તથા સંસ્થાના આયોજકો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેકટર તુષાર સુમેરાનએ સંસ્થાના આયોજકોને રાજ્યપાલશ્રીના આગમન માટે કરવાની થતી કામગીરી તથા આયોજન બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સંકલન સમિતીના અધિકારીઓને પણ તેમના કાર્યક્ષેત્રમાં આવતી કામગીરી કરવા તથા સંસ્થાના આયોજકો સાથે સંકલન સાધી કાર્યક્રમ સુપેરે પાર પડે તેવું આયોજન કરવાં જણાવ્યું હતું
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન. આર. ધાંધલ, પ્રાંત અધિકારી જે. એસ. બારીયા સહીત જિલ્લાનાં અધિકારીઓ અને સંકલન સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
*વિજય વસાવા નેત્રંગ*