ઉભારીયા ગામે કોંગ્રેસ આગેવાન ફૈઝલ પટેલના હસ્તે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત કરાયું
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરોને જીવંત કરવા માટે સ્વ . અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા નર્મદા જિલ્લાના આદીવાસી વિસ્તારો માં લોક સંપર્ક કરી રહયા છે અને કૉંગ્રેસના જુના કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે ત્યારે ગત રોજ સાગબારા નાં ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મિટીંગ યોજી હતી અને આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો. એ પ્રસંગે માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા ,સાગબારા શહેર પ્રમુખ જીતેન્દ્રસિંહ વસાવા,રામજીભાઈ તડવી, ના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકર ને માર્ગદર્શન આપ્યું હતું.
બાદમાં સાગબારા તાલુકાના અંતરિયાળ ઉભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફૈઝલ પટેલના પ્રયાસ થકી રસ્તા અને સોલારની ગ્રાન્ટ ની ફાળવણી થઇ હતી જેથી લોકોની માંગણી હતી કે ફૈઝલ પટેલ ખુદ અહીં આવીને ખાતમુર્હૂત કરે જેથી તેઓ જ્યારે આજે સાગબારા ખાતે કાર્યકરોની મુલાકાતે આવ્યા હતા ત્યારે ઉભારીયા ગામ ની મુલાકાત લઇ વિકાસ ના કામો નું ખાતમુહૂર્ત કર્યુ હતું. વર્ષોથી ફૈઝલ અહમદ પટેલ સાગબારા ડેડીયાપાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ ને લાગણી કામગીરી કરી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં પણ હવે તેમને ભાવિ સાંસદ ની નજરે લોકો જોઈ રહ્યા છે.ત્યારે હવે સાગબારા અને ડેડીયાપાડા ના કૉંગ્રેસના કાર્યકરો સહિત
લોકોમાં પણ એ વાત ચર્ચાઈ રહી છે કે ફૈઝલ પટેલ ભરૂચ લોકસભા ની બેઠક પર કૉંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે અને આદીવાસી વિસ્તારો મા મૃતઃપ્રાય બનેલ કૉંગ્રેસ પાર્ટી ને જીવંત કરે.
More Stories
જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો