કિં. રૂ. ૩૦,૦૦૦/- ની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપેલ.*_
💫 _જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ જાજડીયા* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
અરજદાર નાઝીમાબેન ઇકબાલભાઇ ખોખર ગોધાવાવની પાટી જૂનાગઢના રહેવાસી હોય, નાઝીમાબેન પોતાના પરિવાર સાથે બહારગામથી આવતા હોય અને એસ.ટી સર્કલથી ગોધાવાવની પાટી તરફ જવા ઓટો રિક્ષામાં બેસેલ હોય, ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમનું રૂ. ૩૦,૦૦૦/- ની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ ઓટો રિક્ષામાં જ ભુલાય ગયેલ હોય,* નાઝીમાબેનએ આજુબાજુ તપાસ કરેલ તેમજ તે ઓટો રિક્ષા શોધવાનો પણ પ્રયત્ન કરેલ પરંતુ તેમને મળેલ નહિ, નાઝીમાબેન તથા તેમનો પરિવાર મધ્યમ વર્ગમાંથી આવતા હોય.. પોતે ખૂબ મહેનતથી પૈસા કમાઇને આ બુટ્ટી ખરીદી હોય આવી રિતે આ બુટ્ટી સહિતનું બેગ ખોવાતા નાઝીમાબેન ખૂબ વ્યથીત થઇ ગયેલ આગળ શું કરવું?? આ બાબતની જાણ કોને કરવી કશી સમજ ના પડતા તેઓ ખૂબ ચિંતીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. રાહુલભાઇ મેઘનાથી, દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચવાણ, એન્જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઝીમાબેન જે સ્થળે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચેક કરી નાઝીમાબેનનું કિં. રૂ. ૩૦,૦૦૦/- ની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ જે ઓટો રિક્ષામાં ભુલાયેલ હોય તે ઓટો રિક્ષાનો રજી. નં. GJ-11-UU-1879 શોધેલ.*_
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે બેગ તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નાઝીમાબેન ખોખરનું કિં. રૂ. ૩૦,૦૦૦/- ની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને નાઝીમાબેનએ જણાવેલ કે તેમને આ બેગ પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ બેગ પોલીસે શોધી આપતા ખુબજ ખુશ થઇ ગયેલ અને જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા નાઝીમાબેન ઇકબાલભાઇ ખોખરનું કિં. રૂ. ૩૦,૦૦૦/- ની સોનાની બુટ્ટી તથા અન્ય જરૂરી સામાન સહિતનું બેગ ગણતરીની કલાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..*_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
Khabar Ek dum Sachi
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર