October 4, 2024

રાજપીપળા સિંધીવાડની જર્જરિત આંગણવાડી નો મુદ્દો નર્મદા કલેકટર પાસે પહોંચ્યો

Share to



છેલ્લાં 4 વર્ષથી 40 જેટલાં બાળકોને અલગ-અલગ ભાડાના મકાનો મા રઝળપાટ બાદ પણ ICDS વિભાગ ધૃતરાષ્ટ્ર બન્યું

ઈકરામ મલેક: રાજપીપલા

રાજપીપળા સિંધીવાડ દક્ષિણી ફળિયા ની જર્જરિત આંગણવાડી બાબતે એક્ટિવિસ્ટ અને પત્રકાર ઈકરામ મલેક દ્વારા ચેક 2019 થી બાળકો ના હીત મા ICDS વિભાગ સામે નવી આંગણવાડી બનાવવાના મુદ્દે લડત ચલાવી રહ્યા છે.

સમયાંતરે ICDS વિભાગ અને જિલ્લા પ્રોગ્રામ ઓફીસર ને વારંવાર લેખિત રજૂઆતો બાદ પણ કોઈ પરિણામ ના આવતા વર્ષ 2023 મા તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ મા પ્રશ્ન રજૂ કરાયો હતો, પણ ત્યાર બાદ પણ કોઈ પરિણામ ના આવતા આખરે જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ મા આજે 25 જાન્યુઆરી કલેકટર સમક્ષ જર્જરિત આંગણવાડી નો પ્રશ્ન રજૂ કરાતા તેઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.


કલેકટર સ્વેતાબેન તેવતીયા સમક્ષ અરજદાર દ્વારા રજુઆત કરતા કહેવાયું હતું કે ICDS વિભાગની બેદરકારી ને પરિણામે આંગણવાડી મકાન ના અભાવે 40 કરતા વધુ બાળકો “રેફ્યુજી” બની રઝળપાટ કરવાનો વારો આવ્યો છે. આથી કલેકટર સ્વેતા બેન તેવતીયા દ્વારા આ મામલે પ્રોગ્રામ ઓફીસર ક્રિષ્ના બેન પટેલનો ઉધડો લેવાયો હતો. અને સત્વરે જેતે ગ્રાન્ટ માંથી “જૂની આંગણવાડી મકાન તોડીને” તાત્કાલિક નવી આંગવાડી મકાન તૈયાર કરવા અંગેની ટેન્ડર સહિત ની કામગીરી તાત્કાલિક ધોરણે પુરી કરવા તાકીદ કરાઈ છે.

ત્યારે હવે જિલ્લા કલેકટર ને રજુઆત બાદ રાજપીપળા સિંધીવાડ દક્ષિણ ફળિયાના બાળકોને નવી આંગણવાડી મકાન મળે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પણ નઘરોળ બાબુ શાહી કલેકટર ના આદેશનો અમલ કેટલો અને ક્યારે કરે છે એના બાળકો એ મીટ માંડી છે.


Share to

You may have missed