December 19, 2024

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે કપલસાડી શાળામાં કિશોરી મેળો યોજાયો*

Share to





ભરૂચ- ગુરુવાર- ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન તથા ચેતના સંસ્થા દ્વારા ઝગડિયા તાલુકાના ૧૬ જેટલા ગામમાં ખુશાલી સેહત પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે કપલસાડી શાળામાં કિશોરી મેળો યોજવામાં આવ્યો. જેમાં ખરચી, ખર્ચી ભીલવાડા, બોરીદ્રા, ગુમાનપુરા, કપલસાડી, સરદારપુરા, ફુલવાડી ગામની કિશોરીએ ભાગ લીધો. જેમાં કિશોરીના વજન ઉચાઇ અને BMI, માસિક તથા પોષણ સાપસીડી, પૂર્ણા શક્તિ માંથી રેસીપી સ્પર્ધા,IEC મટીરીયલ, લીબું ચમચી, કવીઝ સ્પર્ધા યોજવામાં આવી તથા દીકરી દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ૮૦ કિશોરીએ ભાગ લીધો. આ કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ, ICDS વિભાગ, શાળાના આર્ચાય તથા ખુશાલી સેહત ટીમનો સક્રિય ફાળો રહ્યો હતો.


Share to

You may have missed