ભરૂચની નર્મદા ઉપનગરની અરૂણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન સંપન્ન

Share toભરૂચ :-

અયોધ્યાથી આવેલ શ્રી રામલલાની પૂજા કરેલ પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોચાડી રસ્તામાં આવતી એકસો થી વધુ સોસાયટીના રહીશો ધ્વારા કળશ પૂજન તેમજ આરતીનો લીધેલો લાભ


અયોધ્યામાં શ્રી રામ જન્મભુમિ પર નિર્મિત થઈ રહેલ ભવ્ય શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભરૂચની નર્મદા ઉપનગરની અરૂણોદય વસ્તી ધ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના ચામુંડા માતાના મંદિરેથી નીકળી એ વેળાએ કળશ પૂજન અને આરતી બાદ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરી મંગલ દર્શન રોડ, આલેખ રોડ, સર્વેશ્વર શરણમ રોડ, મારૂતિદર્શન સોસાયટી રોડ થઇ અંબાલાલ પાર્ક મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિ થયેલ હતી. અયોધ્યાથી આવેલ રામલલાની પૂજા કરેલ પ્રસાદીરૂપ અક્ષત ઘરે ઘરે પહોચાડી રસ્તામાં આવતી થી વધુ સોસાયટીના રહીશો ધ્વારા કળશ પૂજન તેમજ આરતી ઉતારી હતી.

આ અક્ષત કળશ યાત્રાનું ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલ અરૂણોદય વસ્તી ધ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીના પ્રમુખશ્રીઓ, મહિલા મંડળો, ગણેશ મંડળો સહિત ભાવિક ભકતો જોડાયા હતા.

મિતેશ આહીર
દૂરદર્શી ન્યૂઝ


Share to