September 3, 2024

ભારત સરકારના નાણા વિભાગના રાજ્ય નાણાં મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લામાં સરકારશ્રીની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક યોજાઈ

Share to


જિલ્લા વહીવટી તંત્રની લાભાર્થીઓને યોજનાકિય લાભ પહોંચાડવાની કામગીરીથી સંતુષ્ટી વ્યક્ત કરતાં મંત્રીશ્રી ડૉ ભાગવત કરાડ

ભરૂચ:રવિવાર: ભારત સરકારના નાણા વિભાગના રાજ્ય નાણાં મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડના અધ્યક્ષપદે ભરૂચ જિલ્લામાં સરકારશ્રીની યોજનાઓમાં વિવિધ બેન્કોના પરફોર્મન્સ અંગેની રિવ્યૂ બેઠક જિલ્લા આયોજન ભવનના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ સમીક્ષા બેઠકમાં મંત્રી શ્રી ડૉ ભાગવત કરાડે નેશનલાઈઝડ તથા ખાનગી બેન્કોના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે ભરત સરકારશ્રીની જનકલયાણને લગતી વિવિધ યોજનાઓમાં બેન્કોના પરફોર્મન્સ પર વિસ્તૃત ચર્ચા વિમર્શ કરી હતી.જિલ્લા વહીવટી તંત્ર તથા દિશા કમિટી દ્વારા મળેલ લાભાર્થીઓને યોજનાકિય લાભ અંગેની કામગીરીથી મંત્રીશ્રી સંતુષ્ટી વ્યક્ત કરી હતી.

વધુમાં જનકલયાણ અર્થે છેવાડા ના માનવી નુ જીવન ધોરણને કેવી રીતે સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી શકાય તે માટેના નાણાકીય સમાવેશન અંગેની વિસ્તૃત માર્ગદર્શન મંત્રીશ્રીએ પૂરું પાડયું હતું.

બેઠકના પ્રારંભે મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમ રસપૂર્વક સાંભળ્યો હતો.

બેઠક બાદ મંત્રીશ્રીએ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારશ્રીની ૨૯ જેટલી યોજનાઓનું ગ્રાઉન્ડ લેવલ પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલીકરણ કરીને લાભાર્થીઓને ગામડાઓમાં જઈને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથના માધ્યમ થકી લાભ આપીને વાંચિતોને વિકાસના પથ પર લાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે.

આ બેઠકમાંભરૂચ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી આર જોષી, અધિક નિવાસી કલેકટર શ્રી એન આર ધાંધલ, લીડ ડિસ્ટ્રિકટ મેનેજર શ્રી જીજ્ઞેશ પરમાર,બેન્ક ઓફ બરોડા ભરૂચ ક્ષેત્ર ના રિજનલ મેનેજર શ્રી રાજકુમાર કર્ણ તથા વિવિધ બેન્કના ઉચ્ચ અધિકારીઓ, મેનેજર તથા ખાનગી બેન્કના પ્રતિનિધીશ્રીઓ સહીત જિલ્લાની સંકલન સમીતીના અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed