વાલીયા નાં આદિવાસી યુવકના ફેફસા, લિવર, કિડની અને દાનથી ૭ વ્યક્તિોને મળ્યું નવજીવન

Share toભરૂચ જીલ્લા માંથી હૃદયનું દાન અંકલેશ્વરની શ્રીમતિ જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલથી કરાવવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના યોગેશ રમણભાઈ વસાવા ઉ.વ ૩૨ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી યોગેશના હૃદય, ફેફસા, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. દાનમાં કલોલના રહેવાસી ૪૯ વર્ષીયમેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલ માં કરવામાં આવ્યું હતું. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

હૃદય અને ફેફસાં સમયસર હવાઈ માર્ગે અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા અંકલેશ્વરની શ્રીમતિ જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિ ટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગના બેઆદિવાસી યુવકના ફેફસા, લિવર, કિડની અને ચક્ષુ ગ્રીન કોરીડોર ભરૂચ શહેર પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા.ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધી જુદા જુદા અંગોના દાન કરાવીને દેશ અને વિદેશના કુલ એક હજાર નેવું થી વધુ વ્યક્તિઓને નવુંજીવન આપ વામાં સફળતા મળી છે.


મોતીપરા મંદિર ફળીયુ, મોતીપરા, જબુગામ, તા. વાલીયા, જી. ભરૂચ ખાતે રહેતો અને ટ્રક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો યોગેશ તા. ૨૦ નવેમ્બરના રોજ કોસમડી, શિવદર્શન સોસાયટીની પાછળ, વાલીયા રોડ, અંકલેશ્વર પાસે પડી જવાથી માથાના તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેથી તેને તાત્કાલિક શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પીટલમાં ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

તા. ૨૩ નવેમ્બર ના રોજ ન્યુરોસર્જન ડૉ. જયપાલસિંહ ગોહિલ, ડેપ્યુટી મેડીકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. આત્મી ડેલીવાલા, ફીઝીશીયન ડૉ. પર્વ મોદી, મેડીકલ ઓફિસર ડૉ. સમીરા શેખે યોગેશ ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.ડોનેટ લાઈફની ટીમે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ પહોંચી યોગેશની પત્ની શીતલ, પિતા રમણભાઈ, કાકા ખુમાનભાઈ, બહેન શીલા, સાળી પીનલ અને પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

યોગેશની પત્ની શીતલ અને પિતા રમણભાઈએ જણાવ્યું કે અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ, જીવનમા કોઈ ચીજવસ્તુનું દાન કરી શકીએ તેમ નથી, આજે મારો પતિ/પુત્ર બ્રેઈનડેડ છે, શરીર રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેના અંગોના દાનથી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન કરાવવા માટે આપ આગળ વધો. યોગેશના પરિવારમાં તેના પિતા રમણભાઈ ઉં.વ. ૬૨ જેઓ ગામમાં ગાય ચરાવવાનું કાર્ય કરે છે, પત્ની શીતલ ઉ.વ ૨૮ જેઓ ગૃહિણી છે, પુત્ર સ્મીત ઉ.વ ૧૦ અને પુત્રી ઇસીકા ઉ.વ ૬ મોટીપરાની પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ અને ધોરણ બે માં અભ્યાસ કરે છે, બીજો પુત્ર જયદીપ વસાવા ઉ.વ ૩ છે.

ઉલ્લેખનીય છે કે યોગેશના પરિવારજનો ને અંગદાન માટે સમજાવવા માટે અંકલેશ્વર જી.આઈ. ડી. સી પોલીસ સ્ટેશનના ૫ રેલીસ ઈન્સ્પેક્ટર બી. એન. સગાર અને હેડ કોન્સ્ટેબલ રણજીત વસાવાનો ખૂબ જ સહયોગ મળ્યો હતો. પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય, લિવર અને એક કિડની અમદાવાદની સિમ્સ હોસ્પીટલને, બીજી કિડની સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવી હતી. ROTTO મુંબઈ દ્વારા ફેફસાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા હતા. હૃદય, લિવર અને કિડનીનું દાન અમદાવાદની સિમ્સ હોસ્પિ ટલના કિશોર ગુપ્તા, ડૉ. નિકુંજ વ્યાસ, ડૉ. હિરેન ધોળકિયા, ડૉ. વિકાસ પટેલ, ટ્રાન્સપ્લાન્ટ કૉ-ઓર્ડીનેટર સુનીલ અગ્રવાલ, આકાશ રાજાવત અને તેમની ટીમે, ફેફસાનું દાન મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલના ડૉ. મેનાન્દેર, ડૉ. ઉર્મીલ શાહ અને તેમની ટીમે સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન શ્રીમતી જયાબેન

મોદી હોસ્પિટલ સંચાલિત જી.સી નહાર આઈ બેક્રે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કલોલના રહેવાસી ૪૯ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં ડૉ. ધીરેન શાહ, ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં મુંબઈની સર એચ. એન રિલાયન્સ હોસ્પિટલમાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી ઉ.વ ૩૧ વર્ષીય વ્યક્તિમાં, અમદાવાદની સિમ્સ હોસ્પીટલમાં ડૉ. વિકાસ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

દાનમાં મેળવવામાં આવેલી બે કિડની માંથી એક કિડનીનું

ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી, ઉ.વ. ૩૬ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની સિમ્સ અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી, ઉ.વ.૩૯ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મુકેશ આહિર, ડૉ. ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું.

હૃદય અને ફેફસા સમયસર હવાઈ માર્ગે અમદાવાદ અને મુંબઈ પહોંચાડવા માટે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પ `શીયાલીટી હોસ્પિટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગના બે ગ્રીન કોરીડોર ભરૂચ શહેર પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા.

Gujarat Deceased Donor Organ and Tissue Transplantation Guidelines ગુજરાત સરકાર નાં હેલ્થ અને ફેમીલી વિભાગ દ્વારા ૧૪ માર્ચ ૨૦૧૯ના રોજ બનાવવામાં આવી હતી. તેમાં અંગદાતા પરિવારને અંગદાન પછી પોસ્ટમોર્ટમ માં કોઈ તકલીફ ન પડે તથા અંગદાતા પરિવારને પ્રોત્સાહન આપ વા માટે પોસ્ટ મોર્ટમ ડેઝીગનેટેડ હોસ્પીટલમાં ગવર્મેન્ટ મેડીકલ ઓફિસર દ્રારા કરાવવું જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી મેડીકલ લીગલ કેસમાં પોસ્ટમોર્ટમ ઓર્ગન ડોનેશન થયા પછી સરકારી હોસ્પિટલ માં કરવામાં આવતું હતું.

ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલ ને બદલે અંગદાતા યોગેશ રમણભાઈ વસાવા ઉ.વ. ૩૨ નું પોસ્ટમોર્ટમ અંગદાન જે હોસ્પીટલથી કરાવવામાં આવ્યું હતું, તે હોસ્પિટલ એટલે કે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પ શીયાલીટી હોસ્પીટલમાં ગડખોલ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસર ડૉ. રુજલ પટેલ દ્વારા અંગદાતા પરિવારને અંગદાન પછી કોઈ તકલીફ ન પડે તથા અંગદાતા પરિવારને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું.


Share to