ડેડીયાપાડા ખાતે ચાલતા જુગરધામ ઉપર ગાંધીનગર થી પોલીસ આવીને રેડ કરે અને ડેડીયાપાડા પોલીસ ઊંઘતી ઝડપાઇ તેમાં સ્થાનીક પોલીસ ની રહેમ નજર હોય તેમ લાગી રહ્યું છે. વર્ષોથી ડેડીયાપાડા ખાતે સ્ટેટ વિજીલિયન્સ પોલીસ દિવાળી સમયે રેડ કરીને લાખો રૂપિયાનો જુગારનો મુદ્દામાલ ઝડપી પાડતી હોય અને સ્થાનિક પોલીસ ને તેની ભણક સુદ્ધા ન આવે તે માનવામાં આવે તેમ નથી.
ડેડીયાપાડામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા ઉપર જાણે સ્થાનિક પોલીસની રહેમ નજર હોય તેમ સ્પષ્ટ પણે જણાય આવે છે, છેલ્લા લગભગ 3 થી 4 વર્ષથી ડેડીયાપાડા ચાર રસ્તા ખાતે ચાલતા જાહેર માં ચાલતા જુગારના અડ્ડા પર દર વર્ષે દિવાળી પછીના ટાઈમે વિજિલન્સ રેડ કરે છે છતાં પણ આ જુગાર ના અડ્ડાઓ હજુ સુધી કેમ બંધ નથી થતા એ એક મોટો સવાલ ઉભો થાય છે. હાલમાં થોડા સમય પહેલા પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ જાહેર મંચ પરથી જણાવવામાં આવ્યું હતું કે પોલીસ હપ્તા લઈને દારૂ અને આંકડા જુગારના ધંધા ચલાવે છે તો શું આ વાત ખરેખર સાચી જ છે તે સાબીત થાય છે જો ગાંધીનગરથી પોલીસ આવીને અહીં રેડ કરીને જાહેરમાં ચાલતા જુગાર ધામ બંધ કરાવી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ આ કામ કેમ નથી કરી શકતી ? સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે લોકોમાં પણ ચર્ચા છે કે સ્થાનિક પોલીસ દારૂ આંકડા જુગાર વાળા પાસે મસમોટા હપ્તાઓ લઈને ધંધો ચલાવવાની પરમીશન આપે છે.
સ્ટેટ વિજીલિયન્સ પોલિસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી બે લાખથી વધુ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ પાસે રોકડ રકમ સહિત મોબાઈલ ફોન તેમજ મોટરસાઇકલ સહિત જુગાર રમાડવાના સાધનો મળી બે લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં ગરીબ લોકોને જુગારની લત લગાવી પાયમાલી તરફ ધકેલવાના ચાલતા આ ષડયંત્ર ને કોના છુપા આશીર્વાદ છે તેમ જનતામાં હાલ તો ચર્ચાઈ રહ્યું છે. તો બીજી બાજુ ત્રણ જેટલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા આરોપીઓ માં (૧) રાકેશ અભસિંગ વસાવા રહે.ડેડીયાપાડા (વરલી મટકા આંકડાનો જુગાર ચલાવનાર મુખ્ય આરોપી તથા રાયટર, લીસ્ટેડ બુટલેગર) (૨) પારસીંગ દેવજી વસાવા રહે.કુડીઆંબા, નિશાળ ફળીયું તા.ડેડીયાપાડા (૩) રાજેશ રામસીંગ વસાવા રહે.કાલબી, નદી ફળીયું (આંકડો લખાવવા આવનાર ગ્રાહક) (૪) ભગુરામ મનસખુ વસાવા રહે.પીંગલાપાટા,નિશાળ ફળીયું (આંકડો લખાવવા આવનાર ગ્રાહક) (૫)ભુપેન્દ્ર મગન વસાવા રહે. મોટા સૂકાઆંબા, ગમાણ ફળીયું (આંકડો લખાવવા આવનાર ગ્રાહક) (૬)ભાવશે દેવીદાસ જોબનપત્રુ હાલ રહે.થાણા ફળીયું ડેડીયાપાડા, મૂળ રહે.જુનાગઢ અંબીકા ચોક રામધૂન મંદિર વાળી ગલી તેજસ એપાર્ટમેન્ટ (ઓનલાઇન યંત્રના ચિત્રોના જુગાર પરનો કામ કરતો ઓપરેટર (૭) જયેશ નવા વસાવા રહે. કંકાલા ગામ નીચલું ફળીયું (આંકડો લખાવવા આવનાર ગ્રાહક) (૮) અશોક ધીરેન ગુપ્તા રહે.ડેડીયાપાડા શાંતિનગર બીરસા મુંડા ચોક નજીક (આંકડો લખાવવા આવનાર ગ્રાહક).
ડેડીયાપાડા સાગબારા જેવા આદિવાસી વિસ્તારોમાં જુગાર રમાડવાનો નવો ટ્રેન્ડ હવે ઓનલાઈન જુગાર રમાડવાનું વધી રહેલું ચલણ;
ડેડીયાપાડા, સાગબારા જેવા આદિવાસી બહુલ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જુગાર રમાડવાનો નવો ટ્રેન્ડ બહાર પડાયો છે જેમાં હવે સટ્ટાબેટિંગ જુગારધામ સહિત નવું વર્ઝનનો ક્રેઝ આદિવાસી વિસ્તારમાં ઝડપથી વધી રહ્યો છે .જેના કારણે ઓનલાઇન ગેમના રૂપે કોમ્પ્યુટર ઉપર કે લેપટોપ ઉપર સટ્ટો રમી પાંચ મિનિટમાં પૈસા ગાયબ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. જે નવા ધંધાની લોકો લાલચમાં આવીને સૌથી વધુ પાયમલ થઈ રહ્યા છે, હાલમાં જ ખેતીની આવક શરૂ થતા લોકો પોતાના પાક વેચીને આ સત્તાબેટિંગ અને જુગારની લાલચ રોકી શકતા નથી અને આ લતના કારણે પોતાની આખા વર્ષની કીમતી આવક ગુમાવી બેસે છે પાયમાંલ થાય છે ત્યારે ઓનલાઈન જુગારના આ સમગ્ર કારોબારમાં કાંતિ રાણા નામનો વ્યક્તિ કટીંગ લેનાર અને વધું જે તપાસમાં ખૂલે તે તમામ આરોપી હાલ તો પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
More Stories
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો
જૂનાગઢ જિલ્લાના રામદેવપરા વિસ્તારમાં ભૂતકાળમાં 23 ગુંહાઓમાં સંડોવાયેલ સંગઠીત ગુન્હાહિત ગેંગ વિરુધ્ધ ગુજ.સી.ટોક કાયદા હેઠળ પગલા ભરીને જેલના સળીયા પાછળ પડેલતી ક્રાઈમ બ્રાન્ચ,જૂનાગઢ
જુનાગઢ ના વંથલીમાં છેલ્લા ૪ માસથી પ્રોહીબીશન ગુન્હામાં વોરન્ટના નાસતા-ફરતા આરોપી રૈયા નાજા મોરી ને ગાંધીગ્રામ સીંધી સોસાયટી પાસેથી દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢ