*આગામી દિવસોમાં વિકસિત ભારત યાત્રા અંતગર્ત કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડાશે- શ્રી. પ્રશાંત અગ્રવાલ*
ભરૂચ- ગુરૂવાર- રાજયના છેવાડાના માનવી સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા તથા નબળા વર્ગના લાભાર્થીઓને લાભ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ નાગરીકો સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા રાજયના અનુસૂચિત આદિજાતિ વિસ્તારમાં તા.૧૫/૧૧/૨૦૨૩(જનજાતિય ગૌરવ દિવસ) અને બાકીના તમામ જિલ્લાઓમાં નવેમ્બર-૨૦૨૩ના તૃતિય સપ્તાહથી વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની રીવ્યુ મિંટીંગ નોડલ અધિકારીશ્રી પ્રશાંત અગ્રવાલ અધ્યક્ષસ્થાને મળી હતી.
ભરૂચ જિલ્લાના નોડલ અધિકારીશ્રી દ્રારા ડીપાર્ટમેન્ટની થયેલી કામગીરીની સમિક્ષા કરી રિવ્યુ લઈ જરૂરી માર્ગદર્શન આપી રચનાત્મક સૂચનો આપ્યા હતા. ઉપસ્થિત લાઈઝનીંગ અધિકારીઓને આઉટ ઓફ બોક્સ વિચારી નવા આઈડી્યા પર કામ કરવા પ્રેરણા આપી હતી.
આ અભિયાનમાં ૧૭ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાઓના શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં નિદર્શન, પ્રદર્શન, પ્રચાર-પ્રસાર અને અન્ય આનુષાંગિક કામગીરી કરવામાં આવશે. જયારે ગ્રામીણ કક્ષાએ રથના ભ્રમણ દરમિયાન વડાપ્રધાનશ્રીનો સંદેશ તથા સંકલ્પ વિડિયો પ્રસારિત કરાશે. વિકસિત યાત્રા અન્વયે પ્રારંભિક મુવીનું પ્રસારણ, સાંસ્કૃતિક પ્રદર્શન, સ્થળ પર યોજનાકીય ક્વિઝ અને એવોર્ડ વિતરણ, લાભાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, સફળ મહિલાઓ તેમજ સ્થાનિક રમતવીરનું સન્માન, ગ્રામ પંચાયતની સિધ્ધિઓ – લેન્ડ રેકોર્ડનું ૧૦૦ ટકા ડીઝીટાઇઝેશન, ઓડીએફ સ્ટેટસ, જલ જીવન મિશનના લાભ, પ્રાકૃતિક ખેતી સફળતાપૂર્વક કરનાર ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી વગેરે કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામયાત્રા, ગ્રામસભાનું આયોજન, જનભાગીદારી સાથે સ્વચ્છતાના કાર્યક્રમ, શાળા-કોલેજો ખાતે સ્પર્ધાનું આયોજન, સ્થળ ઉપર યોજનાઓના લાભ આપવા કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે દરેક ડીપાર્ટમેન્ટના લાઈઝનીંગ અધિકારીઓની થઈ રેહલી કામગીરીની સમિક્ષા બેઠક યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ યોજનાઓનો લાભ મળવાપાત્ર હોય તેવા તમામ લાભાર્થી સુધી પહોંચીને યોજનાઓનો લાભ આપવો, પ્રચાર-પ્રસાર દ્વારા રાજ્યની સર્વે યોજનાઓની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવી, યાત્રા દરમિયાન લાભ મળવાપાત્ર હોય એવા લાભાર્થીઓની નોંધણી કરવી, વિવિધ યોજનાકીય કામગીરીના યોગ્ય પ્રચાર – પ્રસાર થકી રાજયની જનતાની સામાજિક અને આર્થિક પ્રગતિને ઉજાગર કરવી તેમજ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણનો છે.
બેઠકમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહસિંહ વાસદિયા,જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી આર જોષી, ધારાસભ્ય સર્વે શ્રી અરૂણસિંહ રણા,શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વિવિધ સમિતિઓના સદસ્યો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-૦-૦-
More Stories
જુનાગઢ માં પોકસો એકટના ગુનામાં સજા પામેલ આરીપી છેલ્લા દોઢેક માસથી રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ આરોપીને શહેરમાંથી દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.
જુનાગઢ દોલતપરા માર્કેટીંગ યાર્ડ પાસેથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડ્યો
જૂનાગઢમાં ૫ અરજદારોના સોનાની ચેન, મોબાઇલ ફોન અને રોકડ રૂપિયા સહિતના કિંમતી સામાનના બેગ મળી કુલ કિંમત રૂ. ૧,૮૨,૯૯૦/- નો મુદામાલ જુનાગઢ બોલે છે મૂળ માલીકને પરત અપાવ્યો