જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલ મા રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પત્ની ની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

Share toઈકરામ મલેક:રાજપીપળા

જંગલ જમીન ખેડાણ મામલે વન કર્મીઓને માર મારવા સહિત ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ધારાસભ્ય ચૈતરભાઈ ની પત્ની અને અન્ય બે લોકો હાલ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ 3 નવેમ્બર થી રાજપીપળાની સબ જેલ મા કેદ છે.

ત્યારે આજે 7 નવેમ્બરે અચાનક જેલ મા શકુંતલા બેન ચૈતરભાઈ વસાવા ની તબિયત લથડતા તેમને જેલ સત્તા વાડાઓ દ્વારા રાજપીપળા ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, જ્યાં તેમને ICU મા એડમિટ કરવામાં આવ્યા છે. આ બાબતની જાણ થતાં આમ આદમી પાર્ટી મા પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ભાઈ ગઢવી રાજપીપળા ખાતે દોડી આવ્યા હતા અને શકુંતલા બેન ના ખબર અંતર પૂછયા હતા. અને મીડિયા સાથે વાત કરી હતી.


Share to