અમરેલી ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં એરો ફ્રેયર ઇકે વિમાન ઉત્પાદન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આગામી દિવસોમાં આ પ્લાન્ટ થકી અમરેલી અને તેની આસપાસના વિસ્તારોના હજારો લોકો માટે રોજગારીની તકો ઊભી થશે કેન્દ્ર સરકાર ના આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધું મજબૂત કરવાના કદમમાં સુરાણી પરિવારનું આ સાહસ સફળતના શિખરો સર કરે તેવી અમરેલી જિલ્લાના લોકોએ શુભકામનાઓ પાઠવી હતી
આ પ્રસંગે રાજ્ય સરકારનાં મંત્રી પ્રફૂલભાઇ પાનશેરીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા,સાંસદશ્રીઓ નારણભાઇ કાછડીયા, રમેશભાઇ ધડુક જિલ્લાના બહોળી સંખ્યામાં, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
