પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા,૦૧-૧૧-૨૩.
નેત્રંગ તાલુકા પંચાયત નુ સુકાન હાલમા ભાજપના હાથમા છે. તેવા મા બે મહિલા સભ્યો ના પતિઓએ સાથે મળી તાલુકાના એક ગામમા કરેલ વિકાસ ના કામ માંથી મળેલ નફાની વહેચણી સમયે અંદરોઅંદર કોઇક વિખવાદ ઉભો થતા. છુટા હાથની મારામારી નો બનાવ બનતા તાલુકા ભરમા ટોક ઓફધી ટાઉન બનેલ કિસ્સો.
ભાજપના રાજમા તેનાજ માણસો થકી પક્ષની છબી દિવસે દિવસે બગાડવાની બબાલ છેલ્લા કેટલાક વખત થી જોર પકડેલ છે. જેનો તાજો દાખલો ગઈ કાલે જ જોવા મળ્યો.
નેત્રંગ તાલુકા પંચાયત નુ સતાનુ સુકાન પ્રથમ વખત જ ભાજપના હાથમા આવ્યુ છે. તેવા સંજોગોમા સતામા બેઠેલા જ પદાધિકારીઓ પોતે બીન અનુભવી હોવા છતા ભરૂચ તેમજ ગાંધીનગરમા બેઠેલા પોતાના ગોડફાધરોના આશીર્વાદ થી વિકાસ ના કામો જાતે કરી રહ્યા છે. જેને લઈ ને નેત્રંગ તાલુકા પંચાયત ની બે મહિલાઓ સભ્યો ના પતિ દેવોએ ભેગા મળી તાલુકા ના એક ગામમા પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરી હતી, જે કામગીરી નુ બિલ પાસ થઈ જતા તાલુકા પંચાયત ના જવાબદાર અધિકારીઓની ટકા વાળી થી લઇ ને તમામ પ્રકાર ના ખચાઁઓ બાદ કરતા પાંચ આંકડા ની રકમ જેટલો ચોખો નફો મળેલ હોય, જેની વહેચણીને લઈને બંન્ને તાલુકા પંચાયત ની મહિલાઓ ના પતિ વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી ના દિવસે સાંજના પાંચ થી સાત વાગ્યા વચ્ચે છુટા હાથ ની મારામારી થઈ હોવાનુ ખુદ ભાજપ ના કાયઁકરો મા તેમજ આમ જનતામા ચચાઁઇ રહ્યુ છે.
બંન્ને પતિ દેવો વચ્ચે થયેલ મારામારી ની વાત ધારાસભ્ય થી લઇ ને સાંસદ સભ્ય સુધી પહોંચી છે.
તાલુકા ભરમા આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
* નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૧૦ વષીઁય દીકરીનું કરૂણ મોત * માસુમ દીકરી બકરા ચરાવવા ગઇ ત્યારે દીપડાએ હુમલો કરતાં ચકચાર * વનવિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ——- રાષ્ટ્રીય એકતા દિવસ,૨૦૨૪ -SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત સમગ્ર પ્રવાસન સ્થળોએ રંગબેરંગી લાઇટિંગથી ચારે બાજુ રોશની
ધારાસભ્યશ્રી રમેશભાઇ મિસ્ત્રી, કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલીસવડા શ્રી મયુર ચાવડા સહિતના અધિકારીઓ સહભાગી થયા