જૂનાગઢ ના વિસાવદર તાલુકાના સુખપુરમાં લેઉવા પટેલ સમાજે બનાવેલા રૂ.બે કરોડના નૂતન સમાજ ભવનનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Share to



યુવા અગ્રણી બિપીનભાઈ રામાણીના નેતૃત્વમાં સફળ કાર્યક્રમ યોજાયો
કુંવરબેન રામજીભાઈ રામાણી લેઉવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ કરતા સમાજને સંગઠિત બનવા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની હાકલ ઃ વસંતભાઈ ગજેરા, ગગજીભાઈ સુતરીયા વગેરે આગેવાનોએ સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષિત બનવા અપિલ કરી : સમાજને ઉત્કર્ષ માટે સંગઠીત બનવા ભૂમિદાતા મનસુખભાઈ ડોબરિયાની અપિલ

વિસાવદર તાલુકાના સુખપુર ગામમાં આકાર પામેલ પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના માતા-પિતાના માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી લેવા પટેલ સમાજ ભવનનું લોકાર્પણ તાજેતરમાં રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સમગ્ર જિલ્લામાં નમૂનેદાર એવા આ ભવનનું લોકાર્પણ કરતા તેમણે જણાવ્યું હતું કે, જ્યાં લેઉવા પટેલ સમાજના માત્ર ૧૧૫ ઘર હોય તેવા નાનકડા ગામમાં ૧૫ હજાર ચોરસ ફૂટનું બાંધકામ કરી ટબુડી જેવડા સમાજે હાંડલા જેવડા ભવનનું નિર્માણ કર્યું છે. દરેક જગ્યાએ સમાજમાં આવી સંગઠન ભાવના આવે તેવી અપિલ કરતા તેમણે સમગ્ર પંથકની જનતાની ખુમારી પાદ કરી હતી.

આ પ્રસંગે હાજર સમાજના ભામાશા અને લક્ષ્મી ધર્મડ ગ્રુપના વસંતભાઈ ગજેરાએ સમાજમાં રહેલા વ્યસનો દૂર કરવાનો સંકલ્પ લેવાની હાકલ કરતાં કહ્યું હતું કે, ઘરમાં વડીલો સાથે રહેવાની ભાવના નાબુદ થઈ રહી છે તે બાબત ઘાતક છે. સાથે રહેવાથી કુટુંબ અને સમાજ સમૃદ્ધ બનશે. સુખપુર ગામની લેઉવા પટેલ સમાજની ટીમને અભિનંદન આપતા તેમણે રૂ.પાંચ લાખનું દાન જાહેર કર્યું હતું. સરદારધામના ચેરમેન ગગજીભાઈ સુતરીયાએ સમાજના દીકરા-દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવીને વહીવટી સેવાઓમાં કેન્દ્રમાં તાલીમ લઈને અત્યાર સહભાગી બનવા આહવાન કર્યું હતું. સરદારધામમાં ચાલતા યુપીએસસી અને જીપીએસસીના સુધીમાં ૫૦થી વધુ દીકરા-દીકરીઓ સરકારી સેવાઓમાં પસંદગી પામ્યા હોવાનું તેમજ ૨૦૩૦ સુધીમાં કુલ ૧૦ હજા૨ યુવાનો સરકારી સેવાઓમાં જોડાય તેવી તાલિમ સરદારધામ દ્વારા વિવિધ કેન્દ્રો પર આપવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે હાજર સમુહલગ્ન પ્રણેતા અને સમાજસેવક હરસુખભાઈ વઘાસિયાએ સમાજમાંથી કેશન અને વ્યસનને તિલાજલી આપીને આ સમય, શક્તિ અને નાણાનો ઉપયોગ સમાજના ઉત્કર્ષ માટે કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જમીનના દાતા મનસુખભાઈ ડોબરિયાએ સમાજને સંગઠિત બની સારા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, સાંસદ રમેશભાઈ ધડુક, પારાસભ્ય અને ઉત્તર ગુજરાત ખોડલધામ કમિટીના કન્વીનર ટિકીટભાઈ પટેલ, ધારાસભ્ય જે.વી. કાકડિયા, ભુપતભાઈ ભાયાણી, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, કનુભાઈ ભાલાળા, લલીતભાઈ કગથરા, હર્ષદભાઈ રિબડિયા, ભક્તિ ગ્રુપ સુરતના રમેશભાઈ ગજેરા, સિદ્ધાંત લાઈમ કંપનીના ગોવિંદભાઈ પટોડિયા, મધુરમ કન્સ્ટ્રક્શનના જેન્તીભાઈ વધાસિયા, કે. કે. કાનગડ, , નિલેશભાઈ લીબાસિયા, ભરતભાઈ અમીપરા, વિજયભાઈ બુહા, વલ્લભભાઈ મર, ભુપેન્દ્રભાઈ સુખડિયા, જયેશભાઈ કાંકરિયા, મથુરભાઈ રાદડિયા, વિજયભાઈ સોજીત્રા, જૂનાગઢના અગ્રણી કેળવણીકાર જે. કે. ઠેસિયા, સવજીભાઈ સાવલિયા, ડો. જી. કે. ગજેરા, અશોકભાઈ વધાસિયા, વિરેન્દ્રભાઈ સાવલિયા, ભરતભાઈ કોટિયા, થનશ્યામભાઈ સાવલિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, નીતિનભાઈ રાણપરીયા વગેરે આગેવાનો અને દાતાઓ હાજર રહ્યા હતા.

સુખપુરમાં સમાજ ભવન બનાવવા માટે નૈતૃત્વ પુરૂ પાડનાર યુવા અગ્રણી બિપીનભાઈ રામાણી, ડો. પિયુપ વડાલીયા
અને પ્રમુખ મનસુખભાઈ ડોબરિયાની આગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા પરસોત્તમભાઈ સોજીત્રા, સવજીભાઈગોંડલિયા, જમનભાઈ તળાવિયા, રમેશભાઈ તળાવિયા, કેશુભાઈ વડાલિયા, જગદિશભાઈ રામાણી, રમેશભાઈ વડાલિયા,

ઘનશ્યામભાઈ ગોંડલિયા, ભાવેશભાઈ રામાણી, સુરેશભાઈ કિરપરા, નવનીતભાઈ ગોંડલિયા, નીલેશભાઈ તળાવિયા વગેરેએ
જહેમત ઉઠાવી હતી

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to