December 18, 2024

નેત્રંગ તાલુકાના શણકોઈ ગામે તંત્ર ની રહેમ નજર હેઠળ ચાલતા દેશી વિદેશી દારૂના અડાઓ બંધ કરાવા સરપંચ ની આગેવાનીમા મામલતદાર, પીએસઆઇ ને આવેદનપત્ર પાઠવ્યુ.

Share to


દેશી દારૂના સતત સેવનથી ગામમા એક આદિવાસી દંપતીનુ તાજેતરમા મોત થયુ.

નેત્રંગ.  તા. ૦૧-૧૧-૨૩.

નેત્રંગ તાલુકા ના શણકોઇ ગામના ગામજનોએ તંત્ર ની સીધી રહેમનજર હેઠળ ખુલ્લેઆમ ચાલતા દેશી વિદેશી દારૂના અડાઓ તેમજ બુટલેગરોની ચાલતી દાદાગીરી ને લઇ ને વાજ આવી ગએલા લોકોએ સરપંચ ની આગેવાનીમા મામલતદાર તેમજ પીએસઆઇ ને લેખિત મા આવેલપત્ર પાઠવી દારૂના અડાઓ બંધ કરાવવાની માંગ મુકી છે.
નેત્રંગ – ડેડીયાપાડા રોડ ઉપર બીલાઠા ગુપ ગ્રામપંચાયત ના તાબા હેઠળ આવેલ શણકોઇ ગામ જે ૧૦૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતુ સાત ફળીયાનુ ગામ છે. ગામના હનુમાન ફળીયા મા દિનેશ ઉર્ફે મેસુર અંબુ વસાવા તેમજ કાલીદાસ અંબુ વસાવા બંન્ને ભાઈઓ પોલીસ તંત્ર સાથે લેતીદેતી ના હપ્તા ના ચાલતા વહેવાર ને લઈ ને ખુલ્લેઆમ દેશી દારૂના અડાઓ ચલાવી રહ્યા છે. જેને લઈ ને ગામના યુવાનોમા દારૂ ની લત લાગવા લાગેલ છે.જેના કારણે લોકોના ધર સંસારમાં પણ રોજેરોજ લડાઇ ઝધડાઓ થાય છે. ધર સંસાર ભાંગી રહ્યા છે. દારૂ ની લતને લઈ ને યુવાનોની જીંદગી બગડી રહી છે. નાની નાની ઉમરે આદિવાસી બહેન દિકરીઓ વિધવા બની રહી છે.  તેવા સંજોગોમા શણકોઇ ગામના હનુમાન ફળીયા માજ તાજેતર મા જ એક દંપતી નુ  દારૂ ની લતને લઈ ને  મોત થયુ છે, જેને લઈ ને રહીશોએ ઉપરોક્ત બંન્ને બુટલેગરોને અડાઓ બંધ કરાવવા જણાવતા ખુલ્લેઆમ લોકો સાથે દાદાગીરી કરે છે. અને પોલીસ તંત્ર મા અમારી પહોચ ઉપર સુધી છે. અમે હપ્તા આપી ધંધો કરીએ છે. દારૂ ના આ દુષણ ને લઇ ને શણકોઇ ગામના ગ્રામજનોએ ભાજપ ના સામાજીક કાર્યકર તેમજ બિલાઠા ગુપ ગ્રામપંચાયત ના સરપંચ ગૌતમ વસાવાની આગેવાનીમા નેત્રંગ ના મામલતદાર અનિલ વસાવાને તેમજ નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર,આર,ગોહિલ ને લેખિત મા આવેદનપત્ર પાઠવ્યુ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed