December 22, 2024

ચૈતરભાઈ એ બતાવ્યો “ચમત્કાર” ત્યારે સરકારે કર્યા “નમસ્કાર”

Share to



ઈકરામ મલેક:રાજપીપલા


ગુજરાત ની શાળાઓ મા અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ ને ગુજરાત ની ભૂપેન્દ્ર પટેલ સરકારે 15 મહિનાથી સ્કોલરશીપ નોહતી ચૂકવી જેના કારણે લાખો આદિવાસી વિદ્યાર્થીઓ નું અભ્યાસ બગડી રહ્યું હતું.

આથી આ બાબતે આમ આદમી પાર્ટી ના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને પેપરલીક કાંડ ની હારમાળા ઉજાગર કરી ગુજરાત સરકાર ને ભીંસ મા લેનારા યુવરાજસિંહ જાડેજા એ ગુપ્ત રીતે વિદ્યાર્થીઓ ને ખાનગી વાહનો દ્વારા ગાંધીનગર બોલાવ્યા હતા અને બિરસામુંડા ભવન ઉપર હલ્લા બોલ કરી એસ.ટી નિયામક ને દિવાળી બગાડવાની ચીમકી આપી તાત્કાલિક વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ જમા કરાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું.

ત્યારે અલ્ટીમેટમ ના 15 કલાક માંજ લાખો વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ જમા થઈ ગઈ હતી, 15 મહિના થી લટકેલી સ્કોલરશીપ મુદ્દા ને ચૈતરભાઈ અને યુવરાજસિંહે ઉપાડી લઈ ગુજરાત સરકાર ની આબરૂ ના લીરા ઉડાવી દેતા ભુપન્દ્ર પટેલ સરકાર મા તરખાટ મચી ગયુ હતું, અને તાબડતોબ વિદ્યાર્થીઓ ની સ્કોલરશીપ તેમના ખાતાઓ મા જમા કરાવી દેવાઈ હતી.


Share to

You may have missed