December 23, 2024

અબડાસા તાલુકાના સુથરી ખાતે શ્રી કચ્છ સુથરી વેલ્ફેર ફંડ ના નેજા હેઠળ સુથરી હાઇસ્કુલ ના ક્લાર્ક શ્રી પરેશભાઈ ઠક્કર 36 વર્ષની દીર્ઘ સેવા સંપન્ન કરી વિદાય લેતા તેમનું વિદાય સમારંભ યોજાયો હતો.

Share to

*લોકેશન સુથરી અબડાસા*



*જેમાં સુથરી વેલફેર ફંડ ટ્રસ્ટી મંડળ ભૂતપૂર્વ આચાર્યશ્રી રવિભાઈ પેથાણી શ્રી વૈષ્ણવ સમાજ સુથરી સરપંચ શ્રી મુસ્લિમ સમાજ જૈન સમાજ અન્ય સમાજ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ શાળા પરિવાર ના સભ્યો ગામવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.*

*જેમાં સૌ આગેવાનો વિદાયમાં પરેશભાઈ ઠક્કરને સાલ ઓઢાળી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.*

*આ કાર્યક્રમમાં દિપ પ્રાગટ્ય સ્વાગત ગીત તેમજ શાબ્દિક આવકાર કરવામાં આવ્યું હતું.*
*ગામના પ્રતિનિધિઓ દ્વારા પ્રતિભાવો વ્યક્ત કરવામાં આવ્યા હતા.*

*આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી વિગોરા સાહેબ અને કામિનીબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તેમ જ આભાર વિધિ દિનેશભાઈ કટુવા દ્વારા કરવામાં આવ્યું હતું.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed