December 18, 2024

નેત્રંગ તાલુકાના એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટરના અભાવે રામ ભરોષે ચાલતું હોવાની બુમરાણ ઉઠી છે.

Share to




નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષો થી જરૂરી ડોક્ટરો નથી અને એક જ મેડીકલ ઓફિસરથી આખું દવાખાણું ચાલે છે
નેત્રંગ તાલુકો બન્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચ નેત્રંગમાં અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું હતું.ગરીબ પરીવારોને મફતમાં આરોગ્યલક્ષી સારવાર મળી રહેતા તેને આશિવૉદરૂપ માનવામાં છે.એક વષઁની ૪૦,૦૦૦ થી વધુ ઓપીડી છે એટલે દર્દીઓ મફતમાં સારવાર કરાવી છે.૮૦૦૦ વધુ મહિલાઓની ફ્રીમાં ડિલેવરી થાય છે.ગરીબ પરીવારોને મફતમાં દવાઓ મળે છે.સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વષૉથી ડોક્ટરની જગ્યા ખાલી પડી છે.મુખ્ય મેડીકલ ઓફિસર સાથે અન્ય બે મેડીકલ ઓફિસરનું મહેકમ મંજુર છે.પરંતુ એક મેડીકલ ઓફિસરના ભરોશે જ દવાખાણું ચાલે છે.એક્સ-રે અને સોનોગ્રાફી મશીનને ઓપરેટ કરનાર ટેકનીશયનના કારણે બંને મશીનો ધુળ ખાય છે.લેબ ટેકનીશયનની જગ્યા ખાલી પડી છે.તેવા સંજોગોમાં દવાખાણું કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે.ગરીબ-સામાન્ય પરીવારના સભ્યની તબિયત બગડે તો સામુહિક આરોગ્ય કેન્દ્ર સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી.સવારથી સાંજ કાળી મજુરી કરે તો સાંજે ઘરનો ચુલો સળગે તે ગરીબ પરીવાર ખાનગી દવાખાણાના બિલ કેવી રીતે ભરી શકશે તે વિચારવા જેવો પેચીદો પ્રશ્ન છે.સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે તમામ ડોક્ટર-સ્ટાફની ભરતી કરાઇ તેવી માંગછે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed